નવી દિલ્લી: ફરિ એકવાર ભારતીય રેલવે ભાડુ વધારી શકે છે, કારણ કે આ વખતે રેલવે ફ્લેક્સી રેટતો નહી લાગુ કરે પરંતુ કૉસ્ટ પ્રાઈઝના આધાર પર મુસાફરોના ભાડામાં વધારો કરી શકે છે.


ઉલ્લેખનિય છે કે તમામ પ્રયત્નો કરવા છતાં રેલવે નુકશાનમાં ચાલી રહી છે, જેના કારણે રેલવે પોતાની વસુલીનો ખર્ચ મુસાફરોના ભાડા વધારીને કરવા માંગે છે, જેના કારણે કૉસ્ટ પ્રાઈઝના આધાર પર મુસાફરોના ટિકીટમાં વધારો કરવા માટેની યોજના બની રહી છે.

મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે લોકલ ટ્રેનનું ભાડુ વધારી શકે છે. જે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં સૌથી વધુ વધારા ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટે છે. જેને લઈને દાદરનું ભાડુ આજે ફર્સ્ટ ક્લાસમાં 340 રૂપિયા છે તો તે વધીને 500 રૂપિયા કરવામાં આવી શકે છે. સેકેંડ કલાસના લોકલનુ ભાડુ પણ આશરે 26 ટકા વધવાના સંકેત છે. કૉસ્ટ પ્રાઈઝના આધાર પર ટિકીટમાં વધારો કરવાની યોજના બની રહી છે. આ યોજનાને લઈને દર મહિને 5-10 રૂપિયા મુસાફર ભાડુ વધી શકે છે.