નવી દિલ્લી: 2 લોકો 3.5 કરોડ રૂપિયાની નવી નોટો સાથે પકડાઈ જવા પર ઇનકમટેક્ષ વિભાગે એક્સિસ બેંક પર દરોડા પડ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગે નોટ બદલવાનાં મામલામાં 3.5 કરોડ રૂપિયાની નવી કરન્સી મળ્યા બાદ કાશ્મીર ગેટ સ્થિત ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકની બ્રાંચનાં બે પ્રબંધકો પર નજર રાખી છે.

દિલ્હી પોલીસે 2 લોકોને લગભગ 3.5 કરોડ રૂપિયાની નવી કરન્સી સાથે પકડ્યા હતા, જ્યાર બાદ તેની જાણકારી ઇન્કમ વિભાગને આપી હતી. અધિકારીઓએ કહ્યું છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે અને બેંકો ઓછામાં ઓછાં 2 વરિષ્ઠ અધિકારી તપાસનાં ઘેરાવમાં છે.