Kashmir Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર નિષ્ફળ પ્રયાસ કર્યો છે. હવે આતંકવાદીઓએ ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જો કે સેનાએ તેને નિષ્ફળ બનાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, ઉરીના નાલામાં સરજીવન વિસ્તાર પાસે 2-3 આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તૈનાત સૈનિકોએ તરત જ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી.
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીમાં ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચિનાર કોર્પ્સે X પર આ અંગેની માહિતી શેર કરી છે. બુધવારે, બારામુલ્લાના ઉરી નાલામાં સરજીવન વિસ્તાર પાસે લગભગ 2-3 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા પકડાયા હતા. નિયંત્રણ રેખા પર તૈનાત સતર્ક સૈનિકોએ તેમને પડકાર્યા અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ગોળીબાર પણ થયો.
ઉલ્લેખનિય છે કે,જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ યુપી, દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસી કેન્દ્રો અને બોર્ડર ક્રોસિંગ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર પ્રદેશ પોલીસને ખાસ કરીને ધાર્મિક સ્થળો પર સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
કાશી-મથુરા સહિતના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવામાં આવીદિલ્હી પોલીસને ટુરિસ્ટ સ્પોટ અને અન્ય મહત્વના સ્થળો પર કડક તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. બીજી તરફ મુંબઈમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જયપુર અને અમૃતસરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર છે. ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને સતર્ક રહેવા આદેશો જાહેર કર્યા છે. અયોધ્યા, કાશી અને મથુરા જેવા ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડીજીપીએ તમામ જિલ્લામાં દેખરેખ વધારવા સૂચના આપી છે.
-ઘાતક આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે વિવિધ સંગઠનોએ બુધવારે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે અને પરિણામે જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તેનું નામ પૂછ્યા બાદ આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી
પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણાના લોકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં આતંકવાદીઓએ તે લોકોને જ નિશાન બનાવ્યા જેઓ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતા. તેઓએ લોકોને તેમના નામ પૂછ્યા પછી ગોળી મારી હતી.