નવી દિલ્હીઃ ભારતે આજે સવારે 10 વાગીને 55 મિનીટ પર ઓડિશાના તટ પર ડૉ. અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનુ સફળ પરિક્ષણ કર્યુ. નવી પરમાણુ સક્ષમ મિસાઇલ પુરેપુરી કમ્પૉઝિટ મટેરિયલથી બનેલી છે. સુત્રો પાસેથી માહિતી પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઇલ તમામ દરેક સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ Agni Prime 1000-2000 કિલોમીટર સુધી સટીક નિશાન તાકી શકે છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરી શકવા માટે સક્ષમ છે.
2000 કિલોમીટર સુધીની સીમા સુધી લક્ષ્યને મારી શકે છે મિસાઇલ---
પૂર્વીય તટ પર સ્થિત જુદીજુદી ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલો પર નજર રાખી અને તેનુ અવલોકન કર્યુ. વળી, ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું- આ ઉચ્ચ સ્તરની સટીકતાની સાથે તમામ મિશન ઉદેશ્યોને પુરા કરતા ટેસ્ટબુક ટ્રેઝેક્ટરીનુ પાલન કરે છે. - DRDO અધિકારીએ એ પણ કહ્યું- 2000 કિલોમીટર સુધીના લક્ષ્યને તાકીને મારી શકે છે, અને આ વર્ગની અન્ય મિસાઇલોની તુલનામાં બહુજ નાની અને હલ્કી છે. નવી મિસાઇલમાં કેટલીય નવી ટેકનિકોને સામેલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ 1989માં અગ્નિ મિસાઇલનુ પરિક્ષણ કર્યુ હતુ, તે સમય અગ્નિ મિસાઇલની પ્રહાર ક્ષમતા લગભગ 700 થી 900 કિલોમીટર હતી. આ પછી વર્ષ 2004માં આને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી ભારત અગ્નિ સીરીઝની 5 મિસાઇલ લૉન્ચ કરી ચૂકી છે.