નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે ભારતની લડાઈ ચાલુ છે. કોરોના વાયરસ સામેના જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કોરોનાની દવા 2DG નું કોમર્શિયલ લોન્ચ કર્યું છે. ડો. રેડ્ડીઝ લેબોરેટ્રીઝે કહ્યું કોરોનાની સ્વદેશી દવા ટૂંક સમયમાં બજારમાં મળશે.આના એક સેશેની કિંમત 990 રૂપિયા હશે, કંપની મુજબ દવાને હાલ મોટા શહેરોમાં જ વેચવામાં આવશે, ધીમે ધીમે નાના શહેરોમાં તેનું વેચાણ શરૂ કરાશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આ દવાના ઈમરજન્સી વપરાશને 1 મેના રોજ મંજૂરી આપી હતી.


આ દવાને ડીઆરડીઓના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયડ સાયન્સેસ અને હૈદરાબાદ સેન્ટર ફોક સેલ્યુલ એન્ડ મોલિક્યૂલર બાયોલોજી સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને 2 deoxy-D-glucose (2-DG) નામ આપ્યું છે અને તેનું મેન્યુફેક્ચરિંગ હૈદરાબાદ ડો.રેડ્ડી લેબમાં થાય છે.


ટેબલેટ નહીં આ રીતે મળશે દવા


અત્યાર સુધી આ દવાનો ઉપયોગ પસંદગીની હોસ્પિટલોમાં જ થતો હતો, પરંતુ હવે સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ થશે. ડો. રેડ્ડીએ સોમવારે આ દવાનું કોમર્શિયલ લોન્ચ કરી દીધું છે. આ દવા પાઉડરના રૂપમાં છે અને એક સેશેની કિંમત 990 રૂપિયા છે.




કેવી રીતે કામ કરે છે આ દવા


આ દવાને પાણીમાં મિક્સ કરીને પીવાની હોય છે. આ દવા સંક્રમિત કોશમાં જઈને વાયરલ સિંથેસિસ અને એનર્જી પ્રોડક્શન કરી વાયરસને વધતો અટકાવે છે. આ દવાની ખાસ વાત એ છે કે તે વાયરસથી સંકમિત કોશની ઓળખ કરે છે. દવાથી કોરોના દર્દીના ઓક્સિજન પર નિર્ભરતા ઘટતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. જેના કારણે કોરોના દર્દીએ હોસ્પિટલમાં લાંબો સમય સુધી નથી રહેવું પડે.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 46,148 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 979 લોકોના મોત થયા છે, જ્યારે 58578 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં 76 દિવસ બાદ કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.