Agnipath Protest Live: ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં કરાય, સેનાએ અગ્નિપથ યોજના પર પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી
Agnipath Row: સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણેય સેનાના વડાઓને મળશે.
લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે અગ્નિપથ યોજના ત્રણ બાબતોને સંતુલિત કરે છે, પ્રથમ સશસ્ત્ર દળોના યુવા પ્રોફાઇલ, તકનીકી જ્ઞાન અને સેનામાં જોડાવા માટે મૈત્રીપૂર્ણ લોકો, ત્રીજું વ્યક્તિને ભવિષ્ય માટે તૈયાર કરે છે. તેમણે કહ્યું કે આ આપણા દેશની સુરક્ષાનો મામલો છે. કોઈએ એવી અફવા ફેલાવી કે જૂના આર્મી જવાનોને અગ્નિવીર યોજના હેઠળ મોકલવામાં આવશે, આ ખોટી માહિતી છે.
અગ્નિપથ યોજનાને લઈને સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં, સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ, લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેજિમેન્ટલ પ્રક્રિયા યથાવત રહેશે. અમે બાંયધરી લઈશું અને ઉમેદવારોએ એક પ્રમાણપત્ર આપવું પડશે કે તેઓ કોઈપણ આગચંપી કે તોડફોડમાં સામેલ નથી.
એરફોર્સમાં અગ્નિપથ રિક્રૂટમેંટ સ્કીમ માટે 24 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ થશે. 5 જુલાઈ અંતિમ તારીખ છે. 24 જુલાઈથી ઓનલાઈન એક્ઝામિનેશન શરૂ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "માત્ર સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો અને નવા સંકલ્પ તરફ લઈ જઈ શકે છે. સુધારા અસ્થાયી રૂપે અપ્રિય લાગે છે, પરંતુ સમય પસાર થવા સાથે તે ફાયદાકારક રહેશે." તેમણે અગ્નિપથ યોજનાનું નામ લીધા વિના કહ્યું, "શરૂઆતમાં કેટલાક નિર્ણયો અપ્રિય લાગે છે, પરંતુ બાદમાં દેશને તે નિર્ણયોના ફાયદાની અનુભૂતિ થાય છે, આ નિર્ણયો રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરે છે." સૈન્યની ત્રણેય પાંખના વડા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. અહેવાલો પ્રમાણે સૈન્યના ત્રણેય પાંખના વડાઓ પીએમને સૈન્યમાં અગ્નિવીરોની ભૂમિકા બાબતે માહિતી આપવાની સાથે સાથે ભવિષ્યમાં હકારાત્મક રીતે આ યોજનાનો કેવો ઉપયોગ થઈ શકશે તે બાબતે ચર્ચા કરશે. સૈન્યના વડાઓએ અગાઉ પણ આ યોજનાથી થનારા ફાયદા બાબતે નિવેદનો આપ્યા હતા. યુવાનોના વ્યાપક વિરોધ વચ્ચે આ બેઠક મહત્વની બની રહેશે.
અગ્નિપથ યોજનાની જાહેરાત ગયા અઠવાડિયે કરવામાં આવી હતી અને વિરોધ પછી, કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોમાં નવી ભરતી યોજનાની આસપાસની આશંકાઓને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક સહાયક પગલાં જાહેર કર્યા છે. 14મી જૂને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ત્રણેય સેનાના પ્રમુખોની હાજરીમાં અગ્નિપથ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંરક્ષણ પ્રધાનને કહ્યું હતું કે આ એક પરિવર્તનની પહેલ છે જે સશસ્ત્ર દળોને નવી પ્રોફાઇલ આપશે. કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ પસંદ કરાયેલા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે અને આ ભરતી ચાર વર્ષ માટે રહેશે. કુલ ઉમેદવારોમાંથી 25 ટકા ઉમેદવારોની ચાર વર્ષ પછી કાયમી નિમણૂક કરવામાં આવશે.
બ્રેકગ્રાઉન્ડ
Agnipath Protest: સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણેય સેનાના વડાઓને મળશે. કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં અગ્નિપથ યોજના પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી આર્મી સ્ટાફ, એરફોર્સ અને નેવી ચીફ સાથે મુલાકાત કરીને આ અંગે ચર્ચા કરશે. અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશના 13 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -