Agnipath Protests Live Updates: બિહારમાં ડેપ્યુટી CMના ઘર પર પ્રદર્શનકારીઓએ કર્યો પથ્થરમારો, અનેક ટ્રેનોમાં લગાવી આગ

‘અગ્નિપથ’ યોજના સામે બિહાર, ઉત્તર પ્રદેશમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે

gujarati.abplive.com Last Updated: 17 Jun 2022 12:29 PM
ગુરુગ્રામમાં 144 લાગુ

અગ્નિપથ યોજનાના વિરોધને કારણે ગુરુગ્રામમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હવે અહીં ચાર લોકો ભેગા થઈ શકતા નથી. પોલીસે કહ્યું છે કે તેઓ લોકોને રોડ બ્લોક કરવા દેશે નહીં.

તેલંગણામાં પણ વિરોધ પ્રદર્શન

તેલંગાણામાં પણ અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અહીં વિરોધ કરી રહેલા લોકોએ સિકંદરાબાદ રેલવે સ્ટેશનમાં તોડફોડ કરી છે. અહીં એક ટ્રેનને પણ આગ લગાવવામાં આવી છે.

બિહાર સંપર્ક એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગ લગાવી

બિહાર સંપર્ક એક્સપ્રેસ ટ્રેનને પણ આગ ચાંપવામાં આવી છે. ટ્રેન દરભંગાથી નવી દિલ્હી જઈ રહી હતી. ટ્રેનના ચાર ડબ્બા બળી ગયા છે. ટ્રેનમાં તોડફોડ અને લૂંટફાટની પણ ચર્ચા છે. 

સુપૌલમાં પણ હંગામો

અગ્નિપથ યોજના સામે આંદોલનકારીઓએ સુપૌલમાં પણ હંગામો મચાવ્યો છે. લોહિયા નગરમાં  ટ્રેનને રોકવામાં આવી છે. ટ્રેનની બોગીને પણ આગ લગાડી દેવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. એસપી ડી અમરેશ પોતે ઘટનાસ્થળે હાજર છે.

જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવાઇ

બ્રેકગ્રાઉન્ડ

‘અગ્નિપથ’ યોજના સામે બિહાર, ઉત્તર પ્રદેશમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિહારના બિહિયામાં રેલવે સ્ટેશને યુવાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કેટલાક પ્રદર્શનકારીઓએ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. વિરોધને પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.


જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનને સમસ્તીપુરમાં આગ લગાડવામાં આવી છે. ટ્રેનના કેટલાય ડબ્બા બળી ગયા છે. સમસ્તીપુરમાં ગુરુવારથી અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.