Agnipath Scheme Live: ભારત બંધના કારણે સુરત પોલીસ સતર્ક, જાણો કઈ કઈ ટ્રેનો કરાઈ રદ્દ

Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Jun 2022 10:25 AM
ગોરખપુર રેલવે સ્ટેશન પર પેેસેન્જર રઝળ્યા

ભારત બંધના એલાનના કારણે અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે. જેના કારણે ઉત્તરપ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો રઝળી પડ્યા છે.





દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ

ભારત બંધના એલાનના કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામ સર્જાયો છે. દિલ્હી પોલીસ વાહન ચેક કર્યા બાદ જ આગળ વધવા દેતી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે.





બિહારમાં ચાલી રહેલા આંદોલનની અસર સુરતમાં

બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં ઉધના -દાનાપુર અને મુઝફરપુર- સુરત ટ્રેનો પ્રભાવિત થઈ છે. બાંદ્રા-સહરસા એક્સપ્રેસ સહિત 6 ટ્રેન રદ કરાઈ છે, જ્યારે 2 ટ્રેન ટર્મિનેટ કરાઈ છે. આજે પણ ટ્રેનોને​​​​​​​ અસર રહેવાની શક્યતા છે. બિહારના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા આંદોલનને લીધે પશ્ચિમ રેલવેની 8 જેટલી ટ્રેનો રવિવારે દિવસભર પ્રભાવિત થઇ  હતી. આ પૈકી 6 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 2 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવાની રેલવે તંત્રને ફરજ પડી. આજે 20 જૂને અમદાવાદ-બરોની એક્સપ્રેસ તથા  21મી જૂને ઉપડનારી સહરસા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, પટના-અમદાવાદ એક્સપ્રેસ  રદ્દ કરાઈ છે. આ સાથે જ બાંદ્રા ટર્મિનસ-બરોની અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જ્યારે 22મી જૂને ઉપડનારી બરોની -બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે.  બિહારમાં ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હોવાને કારણે આ તમામ ટ્રેનોને અસર થઈ છે.

રાંચીમાં ભારતના બંધના કારણે સ્કૂલો બંધ, પરીક્ષા રદ્દ કરાઈ

પટનામાં ભારત બંધ દરમિયાન તૈનાત પોલીસ

ફેક ન્યૂઝ ફેલાવતા વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ

અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.

વિજયવર્ગીયનું વિવાદાસ્પદ નિવેદન

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. રવિવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું કે, અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.