નવી દિલ્હી: કેંદ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા. દેશભરના યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન  હવે અગ્નિપથ યોજનાને લઈને ત્રણેય સેનાઓ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં આ યોજનાના લાભો જણાવવામાં આવ્યા હતા. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે આ સુધારા ઘણા સમય પહેલા થવાના હતા. આ કામ 1989માં શરૂ થયું હતું. અમારી ઈચ્છા હતી કે આ કામ શરૂ થાય, તેના પર સતત કામ ચાલતું હતું. જેમાં કમાન્ડિંગ ઓફિસરની ઉંમર ઘટાડવામાં આવી હતી. આવા ઘણા ફેરફારો થયા.


અગ્નિવીર ઉમેદવારો એફિડેવિટ આપી જણાવવું પડશે કે તેઓ કોઈપણ પ્રકારના પ્રદર્શન કે તોડફોડમાં સામેલ નથી. પોલીસ વેરિફિકેશન  વગર  સેનામાં જોડાઈ શકશે નહીં.  


સેનાને જોસ અને  હોશના સમન્વયની જરૂર છે


ત્રણેય સેનાઓની આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે અમને યૂથફૂલ પ્રોફાઇલ જોઈએ છે. તમે બધા જાણો છો કે 2030માં આપણા દેશમાં 50 ટકા લોકો 25 વર્ષથી ઓછી ઉંમરના હશે. શું સારું લાગશે  કે જે સેના દેશની રક્ષા કરી રહી છે તેની ઉંમર 32 વર્ષ હોય.  અમારી કોશિશ છે કે  આપણે  કોઈપણ રીતે યુવાન બનીએ. આ વિશે ઘણા લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી, વિદેશી દેશોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.   તમામ દેશોમાં 26, 27 અને 28 વર્ષની વય જોવા મળી હતી.  ભરતી થવાના ત્રણથી ચાર રસ્તા છે. તમામમાં  કોઈપણ  ક્યારેય પણ  બહાર નીકળી શકે છે. તે દેશોમાં પણ એવા જ પડકારો છે જે આપણા યુવાનોની સામે છે.


સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે યુવાનોમાં જુનૂન અને જોશ વધારે હોય છે. પંરતુ તેની સાથે અમને હોશની પણ જરૂર છે. કોન્સ્ટેબલને જોશ ગણવામાં આવશે, ત્યારબાદ કોન્સ્ટેબલથી ઉપરના તમામ લોકો હોશની શ્રેણીમાં આવે છે. આપણે ઈચ્છીએ છીએ કે જોશ અને હોશ સમાન થઈ જાય. ત્રણેય સેનાઓની આ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ત્રણેય સેનાના સૈનિકો વહેલા પેન્શન લઈ રહ્યા છે. 35 વર્ષની ઉંમરે હજારો જવાન બહાર જતા રહે છે. આજ સુધી અમે નથી કહ્યું કે બહાર જઈ શું કામ કરી રહ્યા છે. 


અગ્નિવીરોને જવાનો કરતાં વધુ ભથ્થું મળશે


સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ એક સેવાનિધિ યોજના છે, જેમાં અગ્નિવીરનું યોગદાન 5 લાખ છે, સરકાર તેમના વતી 5 લાખ આપશે. તેમના તમામ ભથ્થા  સરખા હશે. તેમનામાં અને સૈનિકોમાં કોઈ ફરક રહેશે નહીં. જો સેનામાં શહીદ  થવા પર  1 કરોડનો વીમો મળશે. જેના પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં.




આ પ્રેસ કોન્ફરન્સમાં ડીએમએના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી અને ત્રણેય સેવાઓના એચઆર વડાઓ હાજર હતા. તેમાં આર્મી તરફથી લેફ્ટનન્ટ જનરલ સીપી પોન્નપા, એરફોર્સમાંથી એર ઓફિસર પર્સનલ એર માર્શલ એસકે ઝા અને નેવીના વાઇસ એડમિરલ ડીકે ત્રિપાઠી સામેલ હતા.