Agnipath Recruitment Scheme: પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારની અગ્નિપથ રક્ષા ભરતી યોજના સામે આજે ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી સરકારના આ પ્રસ્તાવનો વિરોધ ભાજપના બે ધારાસભ્યો અશ્વિની શર્મા અને જાંગી લાલ મહાજને કર્યો હતો. મહત્વનું છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભા ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

Continues below advertisement

પ્રધાનમંત્રી સામે આ મુદ્દો ઉઠાવશે ભગવંત માનઃઅગ્નિપથ યોજના સામે રજૂ થયેલા આ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, તેઓ જલ્દી જ અગ્નિપથ યોજનાનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સામે પણ ઉઠાવશે. અગ્નિપથ યોજનાનો વિરોધ કરતાં ભગવંત માને કહ્યું કે, આ યોજના દેશના યુવાનોની વિરોધમાં છે.

વિપક્ષના નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપસિંહ બાજવાએ પણ માંગ કરી કે, અગ્નિપથ યોજના પરત લઈ લેવી જોઈએ. અકાલી દળના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ પણ પ્રસ્તાવનું સમર્થન કર્યું અને યોજનાને પરત લેવા માટે માંગ કરી હતી.

Continues below advertisement

વય મર્યાદા 23 વર્ષ કરાઈ હતીઃઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ ઉપર સેના, નૌસેના અને વાયુસેનામાં 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચેના યુવાનોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજના લાવ્યા બાદ દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયાં હતાં. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ વર્ષે ભરતી કરવા માટે ભરતી માટેની વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી છે. મહત્વનું છે કે, આ યોજનાનો વિરોધ કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, ભાજપ સરકારની અગ્નિપથ યોજના એક તર્કહીન પગલું છે. જે ભારતીય સેનાની વ્યવસ્થાને તબાહ કરી દેશે.

આ પણ વાંચોઃ

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજથી Amarnath Yatra ની વિધિવત શરૂઆત, 11 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા