આગરાઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ક્રાઇમની મોટી ઘટના સામે આવી છે. અહીં આગરામાં એક લગ્ન સમારોહ દરમિયાન હત્યા થયાની ઘટના સામે આવી છે. આગરામાં એક દીકરીના લગ્નનમાં જાનૈયાઓ અને દુલ્હનના પરિવારજનો વચ્ચે જોરદાર ઝઘડો થઇ ગયો અને આ ઝઘડાનુ પરિણામ હત્યામાં પરિણમ્યુ હતુ. આ બન્ને પક્ષો વચ્ચે લગ્નમાં રસગુલ્લા માટે ઝઘડો થયો હતો, આ ઘટના બુધવારે રાત્રે ઘટી હતી. માહિતી પ્રમાણે ખંદૌલીના રહેવાસી વેપારી વકારના બે દીકરા જાવેદ અને રાશિદના લગ્ન અત્માદપુરમાં રહેનારા ઉસ્માનની દીકરીઓ જૈનબ અને સાજિયા સાથે થઇ રહ્યાં હતાં, જાનૈયાઓને ખાવાનુ ખવડાવવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન આ બબાલ થઇ હતી. 


આ રીતે થઇ બન્ને પક્ષો વચ્ચે બબાલ, ને પછી હત્યા -
આગરાની આ ઘટના બુધવારે મોડી ઘટી, અહીં આગરાના એત્માદપુર ગામમાં ખંદૌલીના વેપારી વકારના પુત્રો જાવેદ અને રાશિદના નિકાહ થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યુ કે નિકાહ પહેલા જ રાત્રે જમવા દરમિયાન મેહમાનો વચ્ચે રસગુલ્લાને લઈને કંઈક વિવાદ થઈ ગયો. જ્યારે વરઘોડો પહોંચી ગયો તો વધુ પક્ષના લોકોએ જાનનુ સ્વાગત કર્યુ. એવુ બતાવાયુ રહ્યુ છે કે જાન તો અંદર ગઈ તો ત્યા રસગુલ્લા વહેંચવામાં આવી રહ્યા હતા. એક જાનૈયાએ એકથી વધુ રસગુલ્લા માંગ્યા તો કાઉન્ટર પર ઉભેલા યુવકે ના પાડી દીધી. ત્યારબાદ બંને વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો અને વિવાદ એટલો વધી ગયો કે સમારંભમાં જોરદાર ચાકુબાજી થઈ, કાંટા ચાલ્યા અને ખુરશીઓ ફેંકીને મારવામાં આવી. આ ઘટનામાં જાનમાં આવેલા 20 વર્ષીય સની પુત્ર ખલીલનુ સારવાર દરમિયાન મોત થઈ ગયુ. જ્યારે કે શાહરૂખ ઘાયલ  થઈ ગયો. જાનમાં થયેલી બબાલ પછી વર પક્ષ ખૂબ નારાજ છે અને ખૂબ મનાવ્યા પછી પણ તેઓ માન્યા નહી અને લગ્ન કર્યા વગર જ જાન લઈને પરત જતા રહ્યા. આ ઘટના પછી દુલ્હનના ઘરમાં ગમગીની છવાય ગઈ.