નવી દિલ્લીઃ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહમદ પટેલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું. અહમદ પટેલે સૌપ્રથમ તો પ્રધાનમંત્રીનો આભાર માનતા કહ્યું કે, બે વર્ષમાં 42 દેશોના પ્રવાસ કર્યા બાદ ગુજરાતને સમય ફાળવવા બદલ ધન્યવાદ.
સાથે સાથે અહમદ પટેલે ચુંટણી નજીકના દિવસોમાં હોવાથી આ પ્રવાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સૌની યોજનાના ઉદ્ધાટન માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ટ્વીટને કારણે રાજકારણ ગરમાયું છે.