મુંબઈ: મુંબઈમાં ફરી વાર મીટ પર બેન લાગી ગયો છે. જૈન પર્વના કારણે દર વર્ષની માફક આ વર્ષે પણ મીટ વેચવા પર રોક લગાવવામાં આવી છે.પરંતુ રાજકીય દળોએ આ મુદ્દે ફરી વિવાદ સર્જ્યો છે.
એક તરફ બીજેપી સાંસદ ઉદિત રાજ દુનિયાના સૌથી મોટા એથલેટ ઉસેન બોલ્ટની મિસાલ આપી મીટનું સર્મથન કરે છે જ્યારે બીજી તરફ એમની જ પાર્ટીના રાજમાં મુંબઈ જેવા શહેરોમાં મીટ પર બેન લાગ્યો છે.જૈન ધર્મના પર્યુષણના કારણે મુંબઈમાં મીટ પર બેન લાગ્યો છે. કાલે પણ મીટ પર બેન હતો અને આ બેન 5 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.
મીટ બેન ના વિરૂધ્ધમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાનમાં આવી છે. કાલે મુંબઈમાં મીટની દુકાનો ખોલાવવા માટે રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા. બીએમસી પોતે મુંબઈમાં 10 મીટની દુકાનો ચલાવે છે.
ગયા વર્ષે પણ પર્યુષણ પર્વ ઉપર મીટની દુકાનો બંધ રાખવા પર ખૂબ જ મોટો હંગામો થયો હતો.મુંબઈ જેવા શહેરમાં દરેક સમાજ દરેક ધર્મના લોકો રહે છે. ચીકન-મટન દરરોજ ખાવાનો ખોરાક છે ત્યારે લોકોને તો તકલીફ પડશે જ પરંતુ લોકોના નામ પર રાજનીતિએ જોર પકડ્યું છે.કૉંગ્રેસે લોકોના ખભા પર બંદૂક રાખી કહ્યું કે લોકોને શુ ખાવુ કે શુ ન ખાવુ તેનો ફેસલો સરકાર ન કરી શકે.
મામલો માત્ર જૈન પર્વ પર મીટ પર બેન લગાવવાનો નથી પરંતુ જ્યારે શ્રાવણ માસ હોય છે ત્યારે પણ મટનની દુકાનો ખુલી રાખવામા આવે છે તો જૈન પર્વ પર દુકાનો શા માટે બંધ રાખવામાં આવે છે.