સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા. તે સુપ્રીમ કોર્ટના આદશે મુજબ થઈ રહ્યું છે. જોરે સરકારે તહેવાર પર પ્રતિબંધ લગાવી રહી છે, શું તે માત્ર આમ આદમી માટે છે, પ્રધાનમંત્રી માટે નહીં ? સાંસદે કહ્યું કે, પીએમઓનું કહેવું છે કે અમે શિલાન્યાસ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીશું. નમાજ દરમિયાન અમે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરીશું.
તેણે કહ્યું, સમારોહમાં 200 જેટલા ખાસ લોકો આવવાના હોવાથી મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત રહેશે. જો આ કાર્યક્રમ માટે બે કલાકની મંજૂરી આપવામાં આવે છે તો સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરમાં પૂજા કરવા કે મસ્જિદમાં નમાજ પઢવા કેમ મંજૂરી નથી અપાતી, જ્યાં ખૂબ ઓછો સમય લાગે છે. શું અયોધ્યા આવનારા લોકોની મહામારી સાથે કોઈ પ્રકારની સમજૂતી થઈ ગઈ છે કે આ દરમિયાન વાયરસ રજા પર જતો રહેશે.
પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં બનનારા રામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાશે. શ્રીરામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું કે, શિલાન્યાસ સમારોહમાં 150 આમંત્રિતો સહિત 200થી વધારે લોકો સામેલ નહીં થાય. સમારોહમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવશે. પીએમ મોદી શિલાન્યાસ પહેલા રામલલાના દર્શન કરશે અને હનુમાન ગઢી મંદિરમાં હનુમાનજીની પૂજા કરશે.