MAHARASHTRA : હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજિલ્સે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સાથેના સંબંધોને લઈને ફરી એકવાર રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. AIMIMએ શિવસેના સાથે ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો છે. આના પર સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે.
AIMIM સાથે ગઠબંધનની કલ્પના પણ ન કરી શકાય : સંજય રાઉત
અંગે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે AIMIM સાથે ગઠબંધનની કલ્પના પણ કરી શકાતી નથી. સંજય રાઉતે કહ્યું છે કે ઇમ્તિયાઝ જલીલ AIMIMના સાંસદ છે. હું તેમને મળતો રહું છું, તેનો અર્થ એ નથી કે અમે તેમની સાથે ગઠબંધન કરીશું. અમે AIMIM સાથે ગઠબંધનની કલ્પના કરી શકતા નથી. AIMIM અને BJP વચ્ચે ગુપ્ત ગઠબંધન છે, જે તમે યુપી ચૂંટણીમાં જોયું જ હશે.
અમને કોઈ ફરકે નહીં પડે : દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે જો શિવસેના-AIMIM સાથે ગઠબંધન કરે તો અમને કોઈ ફરક નહીં પડે.દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમે જે કામ કર્યા હતા તે જોઈને લોકોએ મત આપ્યા છે. અમારા માટે બીજા બધા પક્ષો સરખા છે, બધા ભેગા થાય તો પણ કોઈ ફરક નહીં પડે. પરંતુ જોવાનું એ રહે છે કે શિવસેના અને AIMIM કેવી રીતે એક સાથે આવે છે.
AIMIM ભાજપની ‘બી’ ટીમ?
બીજી બાજુ AIMIMના સાંસદ જલીલે કહ્યું કે ભાજપની જીત માટે હંમેશા અમને જવાબદાર ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે અમે ભાજપની 'બી' ટીમ છીએ. એટલા માટે અમે કોંગ્રેસને પ્રસ્તાવ આપીએ છીએ કે તે અમારી સાથે ગઠબંધન કરે. તેઓ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હોવાથી અમારી સાથે ગઠબંધન માટે ક્યારેય તૈયાર નહીં થાય.