Agniveer in IAF : અગ્નવીર હવે ભારતીય સેનામાં 4-4 વર્ષ માટે સેવા આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની જાહેરાત બાદથી યુવાનોમાં અગ્નિપથ યોજના અંગે શંકા છે. તે અગાઉની સિસ્ટમથી કેટલું અલગ છે? આ અંતર્ગત કેવી રીતે ભરતી થશે? પહેલાની ભરતીઓનું શું થશે અને હવે હું આર્મીમાં કાયમી સૈનિક કેવી રીતે બની શકું? આવા તમામ પ્રશ્નોના જવાબ માટે ભારતીય વાયુસેના (IAF)એ કેટલીક શંકાઓના જવાબ આપ્યા છે. વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.


અગ્નિવીર બનીને એરફોર્સમાં જોડાઓ 
Agnipath યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં જલ્દી જ અગ્નિવીરોની ભરતી થશે. ટ્વીટમાં એરફોર્સે કહ્યું કે તમારી ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે છે અને તમે દેશની સેવા કરવા માંગો છો? તો તમે અગ્નિવીર બનીને એરફોર્સમાં જોડાઈ શકો છો. અગ્નિપથ યોજના અંગેના મહત્વના FAQ અહીં તપાસી શકાય છે.






એરફોર્સે કુલ 12 FAQ જાહેર  કર્યા 
અગ્નિપથ યોજના અંગે એરફોર્સે કુલ 12 FAQ જાહેર  કર્યા છે, જેમાં અરજી, પસંદગી અને ભરતી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. અગ્નિવીરોને મળતા પગાર, ભથ્થાં અને સર્વિસ ફંડની માહિતી પણ એરફોર્સ દ્વારા શેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ indianairforce.nic.in પર જઈને જરૂરી માહિતી ચકાસી શકે છે.


અગ્નિપથ યોજના
'અગ્નિપથ યોજના' હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી થશે. તેમનો રેન્ક હાલના રેન્કથી અલગ હશે અને તેમને 'અગ્નવીર' કહેવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હશે.


શું થશે ફાયદો ?
અગ્નિવીરને ચાર વર્ષની નોકરીમાં પ્રથમ વર્ષ માટે 30,000 રૂપિયાનો માસિક પગાર મળશે. બીજા વર્ષે દર મહિને 33000, ત્રીજા વર્ષે 36,5000 રૂપિયા અને ચોથા વર્ષે 40,000 રૂપિયા. જેમાં દર મહિને પગારમાંથી 30 ટકા રકમ કાપવામાં આવશે અને એટલી જ રકમ સરકાર આપશે. પગાર ઉપરાંત જોખમ અને હાર્ડશીપ ભથ્થું, રાશન ભથ્થું, ડ્રેસ અને મુસાફરી ભથ્થું મળશે. સાદી ભાષામાં ખાવું-પીવું, સારવાર અને રહેવાનું બધું મફત છે.