Delhi : કેન્દ્ર સરકારે ગુરુવારે 'અગ્નિપથ' ભરતી યોજના અંગેની ગેરમાન્યતાઓ સામે તથ્યો બહાર પાડ્યા હતા જેથી કરીને  ઉત્તર ભારતીય રાજ્યોમાં  આ યોજનાનો વિરોધ કરી રહેલા  યુવાનોમાં ખોટી માહિતીના ફેલાવાને ટાળી શકાય.એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કેન્દ્રીય  ગૃહ મંત્રાલયે  અગ્નિવીરોના ભવિષ્ય અંગેની કેટલીક ગેરમાન્યતાઓના  જવાબો  આપ્યાં છે અને તથ્યો રજૂ કર્યા  છે. 


અગ્નિવીરોના ભવિષ્ય અંગેની ગેરમાન્યતાઓનું ખંડન 
ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે એવી વાત ફેલાવવામાં આવે છે કે અગ્નિવીરોનું ભવિષ્ય અસુરક્ષિત હશે પરંતુ હકીકત એ છે કે  4  વર્ષની સેવા આપ્યાં બાદ  જેઓ ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છે છે તેમને નાણાકીય પેકેજ અને બેંક લોન યોજના મળશે. જેઓ આગળ અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને ધોરણ 12નું પ્રમાણપત્ર સમકક્ષ પ્રમાણપત્ર અને વધુ અભ્યાસ માટે બ્રિજિંગ કોર્સ આપવામાં આવશે. જ્યારે જેઓ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને રાજ્ય પોલીસમાં નોકરી મેળવવા ઈચ્છે છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.અન્ય સેક્ટરમાં પણ તેમના માટે ઘણા રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે. 


યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તકો વધશે
અગ્નિવીરો ભરતી સાથે જોડાયેલી અન્ય એક ગેરમાન્યતા એ છે કે અગ્નિપથના પરિણામે યુવાનો માટે તકો ઘટશે, પરંતુ હકીકત એ છે કે યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તકો વધશે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી વર્ષોમાં સશસ્ત્ર દળોમાં અગ્નિવીરોની ભરતી વર્તમાન ભરતી કરતા લગભગ ત્રણ ગણી વધુ હશે.


રેજિમેન્ટલ સિસ્ટમમાં કોઈ ફેરફાર નહીં થાય 
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રેજિમેન્ટલ બોન્ડિંગને અસર થશે પરંતુ હકીકત એ છે કે- રેજિમેન્ટલ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી. તેના બદલે, તેના પર વધુ ભાર મૂકવામાં આવશે કારણ કે શ્રેષ્ઠ અગ્નિવીરોની પસંદગી કરવામાં આવશે, જેના કરેને એકમ સંકલનને વધુ પ્રોત્સાહન આપશે.


મોટા ભાગના દશોમાં આ ભરતી પ્રક્રિયા અસ્તિત્વમાં છે 
અન્ય એક ગેરમાન્યતા  જે પ્રચલિત હતી તે એ છે કે 'અગ્નિપથ' ભરતી યોજના સશસ્ત્ર દળોની અસરકારકતાને નુકસાન પહોંચાડશે પરંતુ સત્ય એ છે કે આવી ટૂંકા ગાળાની ભરતી પ્રણાલી મોટાભાગના દેશોમાં અસ્તિત્વમાં છે અને તેથી તે પહેલાથી જ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સેના માટે  આ એક 'શ્રેષ્ઠ અભ્યાસ' માનવામાં આવે છે.


આર્મીમાં જોડાયા પહેલા અગ્નિવીરોની કામગીરીની ચકાસણી
પ્રથમ વર્ષમાં ભરતી થનાર અગ્નિવીરોની સંખ્યા સશસ્ત્ર દળોના માત્ર ત્રણ ટકા હશે. ઉપરાંત, ચાર વર્ષ પછી તેઓ ફરીથી આર્મીમાં જોડાય તે પહેલા અગ્નિવીરોની કામગીરીની ચકાસણી કરવામાં આવશે. તેથી, સુપરવાઇઝરી રેન્ક માટે સૈન્યને માત્ર અજમાયશ અને પરીક્ષણ કરાયેલ અને સારી રીતે પ્રશિક્ષિત કર્મચારીઓ મળશે. (ANIના ઇનપુટ સાથે)