Air India Cockpit: એર ઈન્ડિયાના એક પાઈલટને તેની મહિલા મિત્રને કોકપિટમાં લઇ જવી ભારે પડ્યું હતું. આ ઘટના 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટની છે. એર ઈન્ડિયાના પાઈલટ પર તેની મહિલા મિત્રને કોકપિટમાં લઈ જવા બદલ DGCAમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના સલામતી ધોરણોનું ઉલ્લંઘન છે જેના હેઠળ પાઇલટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


પાઇલટ પર આરોપ છે કે તેણે કેબિન ક્રૂને તેના મિત્રનું સ્વાગત કરવા માટે ખાસ સૂચના આપી હતી. આ સિવાય તેના મિત્રને બિઝનેસ ક્લાસનું જમવાનું આપવાનો પણ આરોપ છે. આ ઘટનાની પુષ્ટી કરતા એરલાઇનના અધિકારીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ ઉભા થયેલા મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે એક સમિતિની રચના કરી છે. જો કે, એર ઈન્ડિયાના અધિકારીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.


હિંદુસ્તાન તરફથી મળેલી માહિતી અનુસાર, 3 માર્ચ પછી પહેલીવાર DGCAએ ફ્લાઈટ ક્રૂને 21 એપ્રિલ, શુક્રવારના રોજ હાજર થવા માટે સમન્સ મોકલ્યા છે. ફરિયાદ અનુસાર, સમસ્યા એઆઈ 915 પર ચઢતા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. પાઇલટે ક્રૂને કહ્યું કે બિઝનેસ ક્લાસમાં કોઈ સીટો ખાલી છે કે કેમ તે જણાવો જેથી તે તેના મિત્રને બેસાડી શકે, પરંતુ ક્રૂએ તેને કહ્યું કે બિઝનેસ ક્લાસમાં કોઈ સીટો ખાલી નથી. જે બાદ પાઇલટે તેના મિત્રને કોકપિટમાં બોલાવી અને તેનું સ્વાગત કર્યું હતું. ક્રૂ મેમ્બરે ફરિયાદમાં જણાવ્યું કે મિત્રના આગમન પછી પાઈલટનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું અને તે ખૂબ જ ચીડિયો અને અસભ્ય બની ગયો. પાઇલટે તેની સાથે નોકર જેવો વ્યવહાર કર્યો હોવાનો પણ આરોપ છે.


Army Vehicle Caught Fire: પૂંછ-જમ્મુ હાઈવે પર આર્મીના વાહનમાં લાગી આગ, 3-4 જવાનો શહીદ થયાની આશંકા


Army Vehicle Caught Fire: પૂંછ-જમ્મુ હાઈવે પર આર્મીના વાહનમાં આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં ઘણા સૈનિકો ફસાયા હોવાની આશંકા છે. આ સાથે જ ત્રણથી ચાર જવાનો શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે સેનાના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.


માનહાનિ કેસમાં સજા વિરુદ્ધની રાહુલ ગાંધીની અરજી સુરત કોર્ટે ફગાવી




સુરતની કોર્ટે માનહાનિ કેસમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી નહોતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની  વર્ષની સજા યથાવત રહેશે. સજા પર સ્ટેની અરજી કોર્ટે રદ કરી હતી. સજા પર સ્ટે માટે રાહુલ ગાંધીના વકીલો હાઇકોર્ટમાં અપીલ કરશે.


નોંધનીય છે કે ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ જ કોર્ટમાં અગાઉ દાખલ કરેલા તેમના જવાબમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા વારંવાર અપરાધ કરે છે અને તેમને અપમાનજનક નિવેદન આપવાની આદત છે