Army Vehicle Caught Fire: પૂંછ-જમ્મુ હાઈવે પર આર્મીના વાહનમાં આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં ઘણા સૈનિકો ફસાયા હોવાની આશંકા છે. આ સાથે જ ત્રણથી ચાર જવાનો શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે સેનાના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.


માનહાનિ કેસમાં સજા વિરુદ્ધની રાહુલ ગાંધીની અરજી સુરત કોર્ટે ફગાવી




સુરતની કોર્ટે માનહાનિ કેસમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી નહોતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની  વર્ષની સજા યથાવત રહેશે. સજા પર સ્ટેની અરજી કોર્ટે રદ કરી હતી. સજા પર સ્ટે માટે રાહુલ ગાંધીના વકીલો હાઇકોર્ટમાં અપીલ કરશે.


નોંધનીય છે કે ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ જ કોર્ટમાં અગાઉ દાખલ કરેલા તેમના જવાબમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા વારંવાર અપરાધ કરે છે અને તેમને અપમાનજનક નિવેદન આપવાની આદત છે


રાહુલે 3 એપ્રિલે કોર્ટમાં અરજી કરી હતી


3 એપ્રિલના રોજ, રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં તેમની સજા પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી હતી. કાયદાકીય નિષ્ણાતોના મતે જો કોર્ટ રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપે છે તો તેમની લોકસભાની સદસ્યતા ફરીથી મળી જશે.


આ મામલામાં સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદી તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિરુદ્ધ 10થી વધુ અપરાધિક માનહાનિના કેસ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ તેમને ફટકાર લગાવી છે. પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું હતું કે કોર્ટ દ્વારા દોષિત જાહેર થયા બાદ પણ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેમણે કોઈ ભૂલ કરી નથી. કોર્ટમાંથી મળેલી સજાને કારણે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, પરંતુ તેઓ ચૂંટણી અને તેમની જીત માટે દલીલ કરી રહ્યા છે. વકીલે કહ્યું કે રાહુલ ગાંધીને યોગ્ય સજા મળી છે, જ્યારે તેઓ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેઓ સંપૂર્ણ હોશમાં હતા.


સુરતમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે આ વર્ષે 23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 13 એપ્રિલ, 2019 ના રોજ ચૂંટણી રેલીમાં તેમની "મોદી સરનેમ" ટિપ્પણી બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી.