ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન દ્વારા તમામ એર લાયન્સને રૂટ અને સ્ટેશન ચાર્ટ આપી દેવામાં આવ્યા છે. હવે એર લાઈન્સ ખુદ નક્કી કરશે કે તેમણે કયા રૂટ પર સેવાઓ શરૂ કરવાની છે અને તેના માટે બુકિંગ ક્યારથી શરૂ કરે. કુલ 8 એરલાઈન્સને રૂટ ફાળવવામાં આવ્યા છે,. જેમાં એર ઈન્ડિયા, એર એશિયા, એલાયન્સ એયર, ગો એર, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, ટ્રૂ જેટ, વિસ્ટારા સામેલ છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીએ ગુરુવારે જણાવ્યું હતું કે, 25 મે થી દેશમાં 33 ટકા ઘરેલુ વિમાન સેવા શરૂ થશે. તેના માટે ન્યૂનતમ અને મહત્તમ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, 40 મિનિટથી લઈ સાડા ત્રણ કલાક સુધી હવાઈ યાત્રા માટે ભાડાની શ્રેણી નક્કી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં 25 મેથી ઘરેલુ વિમાન સેવાઓ શરૂ થવાની છે. જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) હેઠળ ગાઈડલાઈન્સ પણ જાહેર કરી દીધી છે.
યાત્રીઓએ કયા નિયમોનું પાલન કરવું પડશે
- ઘરેલુ યાત્રા માટે પેસેન્જર્સે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે.
- એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યા બાદજ પ્રવેશ મળશે
- 14 વર્ષથી વધુ ઉંમરના યાત્રીઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયા છે. જો આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં.
- યાત્રીઓએ પોતાની પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે.
- યાત્રીઓએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે
- યાત્રીઓને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે