નવી દિલ્હીઃ સરકારે ટ્રેન સેવાને ફરીથી સામાન્ય અને સુગમ બનાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. રેલવો બોર્ડના ડાયરેક્ટર પેસેન્જર માર્કેટિંગ તરફથી અપાયેલા આદેશ અનુસાર, આજથી રેલવે સ્ટેશનો પર ટિકીટ કાઉન્ટર ફરીથી ખુલી જશે.
હાલ કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકીટ જ મળશે, સ્ટેશન પર કેટલાક કાઉન્ટર ખોલવામાં આવશે તેને નિર્ણય ઝૉનલ રેલવેએ કરવાનો છે. એટલું જ નહીં કાઉન્ટર પરથી ટિકીટ લેવા માટે યાત્રીઓએ માસ્ક પહેરવુ પડશે અને એક બીજાથી બે ગજની દુરી રાખવી પડશે.
ઉપરાંત રેલવેએ રિઝર્વ્ડ ટિકીટનુ બુકિંગ અને કેન્સલેશનની સુવિધા પૉસ્ટ ઓફિસ અને યાત્રી ટિકીટ સુવિધા કેન્દ્રને લાયસન્સ રાખનારાઓને પણ આપવામાં આવી છે. સાથે IRCTCના સત્તાવાર એજન્ટ પણ ટિકીટોનુ બુકિંગ કરશે.
કૉમન સર્વિસ સેન્ટર પર પણ થશે બુકિંગ
રેલવેએ દુરના વિસ્તારોમાં રહેનારા અને ઇન્ટરનેટ સેવાથી વંચિત હોય એવા લોકો માટે પણ ટિકીટ ખરીદવાની વ્યવસ્થા કરી છે. દેશભરમાં 1.7 લાખ કૉમન સર્વિસ સેન્ટર પર પણ આજથી ટ્રેનની ટિકીટો બુકિંગ થઇ શકશે.
કૉમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને સરકારની ઇ-સેવાઓ ઉપલબ્ધ કરાવનારા કેન્દ્ર છે, આ સેન્ટર એવા સ્થાનો પર હોય છે, જ્યાં કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા બહુજ ઓછી હોય છે કે પછી નથી હોતી.
સરકારે 1લી જૂનથી શરૂ થનારી 200 પેસેન્જર ટ્રેનો માટે ઓનલાઇન બુકિંગની શરૂઆત પહેલાથી જ કરી દીધી છે. રેલવે અનુસાર પહેલા જ દિવસે લાખો ટિકીટ વેચાઇ છે. હવે સ્ટેશનો પ પણ કાઉન્ટર ખોલીને સરકાર યાત્રીઓને વધુ સગવડો આપવા જઇ રહી છે.
આજથી તબક્કાવાર ખુલશે રેલવે ટિકીટ બુકિંગ માટેના રિઝર્વેશન કાઉન્ટર, રેલવે આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 May 2020 10:02 AM (IST)
હાલ કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકીટ જ મળશે, સ્ટેશન પર કેટલાક કાઉન્ટર ખોલવામાં આવશે તેને નિર્ણય ઝૉનલ રેલવેએ કરવાનો છે. એટલું જ નહીં કાઉન્ટર પરથી ટિકીટ લેવા માટે યાત્રીઓએ માસ્ક પહેરવુ પડશે અને એક બીજાથી બે ગજની દુરી રાખવી પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -