Air India Express News: એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈ પણ સૂચના વિના 'માંદગી'નું કારણ આપીને રજા પર ગયેલા તમામ ર્મચારીઓને નોકરીમાંથી કાઢૂ મીક્યા છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 100 થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક 'સિક લીવ' લઈને રજા લીધી હતી. જેના કારણે એરલાઈન્સની 90 થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મંગળવારે એરલાઈન્સની અને ફ્લાઈટ્સ ઉપડવાની હતી તે સમયે જ કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા. બુધવારે એરલાઇનનાં સીઇઓએ જણાવ્યું કે, અમારા 100 થી વધુ કેબિન ક્રૂ સહકર્મીઓ બીમાર પડ્યાની જાણ કરી છે જેના લીધે કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો છે.
ત્યારબાદ એર ઈન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જેમાં મંગળવાર રાતથી 100 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી હતી, જેના કારણે અંદાજે 15,000 મુસાફરોને અસર થઈ. એરલાઇનના સીઇઓ આલોક સિંઘે જણાવ્યું હતું કે, "આખું નેટવર્ક પ્રભાવિત થયું છે, જેના કારણે અમને આગામી થોડા દિવસોમાં શેડ્યૂલ ઘટાડવાની ફરજ પડી છે."
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે 2023 માં ટાટા જૂથની બજેટ એરલાઇન AIX કનેક્ટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ કેબિન ક્રૂ સહિત વરિષ્ઠ કર્મચારીઓ એરલાઇન દ્વારા કરવામાં આવેલા ફેરફારોથી નાખુશ છે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે અમારા કેબિન ક્રૂનો એક વર્ગ મંગળવાર સાંજથી માંદગીની રજા પર ગયો છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ વિલંબનો સામનો કરી રહી છે.