Ahmedabad Air India Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પત્રકાર પરિષદ કરી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટના કેસની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ નક્કી કર્યું કે સમિતિ કેટલા દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે, જેથી દેશ તેમજ સમગ્ર વિશ્વ સમક્ષ અકસ્માતનું સત્ય બહાર આવી શકે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે પાયલટે કટોકટીની જાણ કરી હતી. બ્લેક બોક્સ ગઈકાલે સાંજે 5 વાગ્યે મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસ કર્યા પછી જ અકસ્માતનું કારણ જાણી શકાશે. બ્લેક બોક્સને ડીકોડ કરવામાં આવી રહ્યું છે. તપાસ ટીમ ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. DGCA અને IB અધિકારીઓ પણ તપાસમાં સામેલ છે. અમે સ્થળ સીલ કરી દીધું છે અને બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસમાં ઘણી માહિતી બહાર આવશે. અમે AAIB તપાસના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
છેલ્લા બે દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું, "છેલ્લા બે દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ નજીક થયેલા અકસ્માતે આખા દેશને હચમચાવી નાખ્યો. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.