એરપોર્ટની સુરક્ષામાં ખર્ચ થાય છે એવિએશન સિક્યોરિટી ફી
એરલાઈન્સ ગ્રાહકો તરફથી ટિકિટ બુકિંગ દરમિયાન એવિએશન સિક્યોરિટી ફી વસૂલે છે અને તેને સરકારને સોંપે છે. એવિએશન સિક્યોરિટી ફીનો ઉપયોગ દેશભરમાં એરપોર્ટની સુરક્ષા માટે થાય છે. એવિએશન મિનિસ્ટ્રીએ ગત વર્ષે પણ ફીમાં વધારો કર્યો હતો.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે એર ટ્રાવેલ પણ સીમિત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે એરલાઈન્સની કમાણી પર ખૂબ જ અસર પડી છે. કોરોના વાયરસના સંક્રમણની સૌથી વધુ અસર ટ્રાવેલ, ટૂરિઝમ અને એવિએશન સેક્ટર પર પડી છે.