પટણાઃ મીડિયામાં હમણાં ઐશ્વર્યા રાયે કરેલા આક્ષેપોની ચર્ચા છે. જો કે આ ઐશ્વર્યા રાય અમિતાભ બચ્ચનની પુત્રવધઊ નહીં પણ બિહારનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની પુત્રવધૂ છ. લાલુના દીકરા દીકરા તેજપ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાયે લાલુ પરિવાર સામે ગંભીર આક્ષેપો કરીને પોલીસ ફરિયાદ પણ કરી છે.


ઐશ્વર્યાએ તેજપ્રતાપની બહેન તથા પોતાની નણંદ મીસા ભારતી અને પોતાની સાસુ રાબડી દેવી પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો. ઐશ્વર્યાએ મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે, રાબડી દેવી તથા મોટી નણંદ તથા રાજ્યસભા સભ્ય મીસા ભારતીએ મળીને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી.

ઐશ્વર્યાએ કરેલા આક્ષેપ પ્રમાણે, તેને સાસુ તથા નણંદ કિચનમાં પણ ઘૂસવા નહોતાં દેતાં અને ખાવાનું નહોતાં આપતાં. ઐશ્વર્યાએ રાબડી દેવી અને મીસા પર પોતાને ભોજન નહીં આપવા અને શોષણ કરવાનો આક્ષેપ પણ મૂક્યો છે.

તેજપ્રતાપ યાદવ અને ઐશ્વર્યા વચ્ચે ઘણા મહિનાથી ચાલી રહેલા ઝઘડા  વચ્ચે રવિવારનાં રાબડી દેવીનાં પટના સ્થિત નિવાસસ્થાને જોરદાર બબાલ થઈ હતી.  સ્થિતિ એટલી બગડી કે, પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો. તેજપ્રતાપ અને ઐશ્વર્યાએ કૉર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે અને આ મામલો અત્યારે પેન્ડિંગ છે.