સરકારે એક આદેશમાં ડોભાલની નિમણૂકને લઇને જાણકારી આપી હતી. આદેશમાં કહ્યુ હતું કે કેબિનેટની નિમણૂક સમિતિ ડોભાલને આ પદ પર ફરીવાર નિમણૂક કરવાના સંબંધમાં પોતાની મંજૂરી આપી દીધી છે. આ વ્યવસ્થા 31 મે 2019થી લાગુ ગણાશે. વડાપ્રધાન કાર્યકાળની સાથે સાથે તેમની નિમણૂક પણ સમાપ્ત થઇ જશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ પદ પર નિમણૂક દરમિયાન તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ડોભાલને પ્રથમવાર મે 2014માં રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર બનાવવામાં આવ્યા હતા અને તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો હતો.