મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આગામી બેથી ત્રણ મહિનામાં મેટ્રો અને બસમાં મહિલાઓને ફ્રી પ્રવાસના નિર્ણયને લાગુ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, તેને લાગુ કરવામાં જે ખર્ચ થશે તે રાજ્ય સરકાર ભોગવશે.
જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યું કે, શું આ નિર્ણયને લાગુ કરવામાં કેન્દ્ર સરકારની મંજૂરી નહીં લેવી પડે તો તેમણે કહ્યું કે, તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂરત નથી કારણ કે દિલ્હી સરકાર સબસિડી આપી રહી છે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.