મુંબઈ: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી પ્રમુખ અજિત પવાર ચૂંટણી પહેલા આક્રમક જોવા મળી રહ્યા છે.   મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન તેમણે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. સીએમ પદ પર કહ્યું કે અમે (ઘટક પક્ષો) સાથે બેસીને આ અંગે નિર્ણય લઈશું. હાલમાં એકનાશ શિંદે સીએમ છે અને બે ડેપ્યુટી સીએમ છે. અમે સાથે ચૂંટણીમાં જઈ રહ્યા છીએ.  


શું દીકરો જય પવાર લડશે ચૂંટણી ?


આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, હું એકલો નથી, પોર્લિયામેન્ટ્રી બોર્ડ તેનો નિર્ણય કરશે, મને કંઈ ખબર નથી. અમારી પાર્ટીનું પાર્લિયામેન્ટ્રી બોર્ડ બેસશે અને તે નક્કી કરશે.  સૌથી પહેલા તમામ પક્ષોમાં બેઠકોની વહેંચણી થશે. 


છેલ્લી લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઉમેદવાર અંગેનો નિર્ણય નોમિનેશનની તારીખ સમાપ્ત થવાના એક દિવસ પહેલા લેવામાં આવ્યો હતો. જેના કારણે અમને ચૂંટણીમાં નુકસાન થયું.


નિતેશ રાણેના નિવેદન પર શું કહ્યું ?


ભાજપના વિધાનસભ્ય નીતિશ રાણેના નિવેદન પર તેમણે કહ્યું કે, "મારે જેની સાથે વાત કરવાની તેની સાથે વાત કરી છે. આ મુદ્દો અમારી તરફથી ખતમ થઈ ગયો છે." ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું કે અમે 10 ટકા સીટો મુસ્લિમ ઉમેદવારોને આપીશું.


શું તમારા પક્ષને NDAમાંથી બહાર કરવાનો  ચક્રવ્યૂહ છે ?


તેના પર ડેપ્યુટી સીએમએ કહ્યું, "હું સમાચારો પર વધારે ધ્યાન નથી આપતો. હું મારું કામ કરું છું. આવી કોઈ સ્થિતિ નથી. જે ​​લોકો સવાલ ઉઠાવે છે, તેમને ઉઠાવવા દો. મને વિવાદો બિલકુલ પસંદ નથી."