શરદ પવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજિત પવારનો અંગત નિર્ણય છે. એ એનસીપીનો નિર્ણય નથી. અમે એ વાત રેકોર્ડ પર કહેવા માંગીએ છીએ કે આ નિર્ણયને સમર્થન આપતા નથી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 24 ઓક્ટોબરે પરિણામ આવ્યા હતા. અઢી-અઢી વર્ષની મુખ્યમંત્રી ફોર્મ્યૂલાની વાત પર બીજેપી શિવસેનાના ગઠબંધનમાં તિરાડ પડી હતી. ત્યારપછી ઘણી બેઠકોની વાતચીત પછી શિવસેના-એનસીપી અને કોંગ્રેસમાં સરકાર બનાવવા માટે સહમતી બનતી દેખાઈ હતી. શુક્રવારે રાતે એનસીપી એનસીપી અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સહમતી બની ગઈ છે.