નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટેના મતદાન અગાઉ નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે. 30 નવેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આ મતદાન અગાઉ નક્સલીઓએ લાતેહરમાં પોલીસ ટૂકડી પર હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર પોલીસ કર્મી શહીદ થયા હતા.


આ નક્સલી હુમલામાં શહીદ થયેલા પોલીસ જવાનોની ઓળખ સબ-ઇન્સ્પેક્ટર સુકિયા ઉરાંવ, કોન્સ્ટેબલ દિનેશ કુમાર, કોન્સ્ટેબલ સિકંદર સિંહ, વાહન ચાલક યમુના રામના રૂપમાં થઇ છે. નક્સલીઓએ પોલીસ પર આ હુમલો લાતેહાર જિલ્લાના ચંદવા પોલીસ સ્ટેશનથી ફક્ત બે કિલોમીટર દૂર કર્યો હતો. ત્યારબાદ નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. 30 નવેમ્બરના રોજ 13 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.