Ajit Singh Death: રાષ્ટ્રીય લોકદલ (આરએલડી)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજિત સિંહનું કોરોનાથી નિધન થયું છે. 86 વર્ષના અજિત સિંહ કોરોનાથી સંક્રમિત હતા. મંગળવારે રાત્રે તબિયત ખરાબ થાય બાદ તમને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું નિધન થયું છે. આ સમાચાર તેમના દીકરી જયંત ચૌધીએ ટ્વીટ કરીને આપ્યા છે.


અજિત સિંહ 20 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. આજે સવારે છ કાલકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જયંત ચૌધરીએ કહ્યું, “દુખ અને મહામારીના કાળમાં અમારી પ્રાર્થના છે કે તમે તમારું પૂરું ધ્યાન રાખો, બને ત્યાં સુધી ઘરમાં જ રહો અને સાવધાની ચોક્કસ રાખો. તેનાથી દેશમાં સેવા કરી રહેલ ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને પણ મદદ મળશે. આજ ચૌધરી સાહેબને તમારી સાચી શ્રદ્ધંજલિ હશે.”






પીએમ મોદીએ ટ્વીટ કરીને અજિત સિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું, “પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહના નિધનથી અત્યંત દુખી છું. તેઓ હંમેશા ખેડૂતોના હિત માટે સમર્પિત રહ્યા. તેમણે કેન્દ્રમાં અનેક વિભાગોની જવાબદારી કુશળતાપૂર્વક નિભાવી છે. શોકના આ સમયમે મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ”


પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના પુત્ર અજિત સિંહ બાગપતથી 7 વાર સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચૂક્યા છે. 86 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. તેમના નિધન બાદ બાગપત સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં શોકની લહેર છે. ચૌધરી અજિત સિંહની ગણતરી મોટા જાટ નેતાઓમાં થતી હતી.


આરએલડી પ્રમુખ ચૌધરી અજિત સિંહ 22 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદથી તેમના ફેફસામાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું હતું. મંગળવારે રાતે તેમની તબિયત વધારે બગડી હતી. ત્યારબાદ તેમને ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં ગુરુવારે સવારે તેમનું નિધન થયું.