લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોરોના વેક્સિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાજપ પર પ્રહાર કરતા યુપીના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું કોરોના વાયરસની વેક્સિન લગાવીશ નહીં, કારણ કે મને ભાજપ પર વિશ્વાસ નથી.


સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, જે સરકાર તાળીઓ પાડી રહી છે અને થાળી વગાડી રહી હતી તે રસીકરણ માટે આટલી મોટી સાંકળ કેમ બનાવે છે. માત્ર તાળી અને થાળી દ્વારા જ કોરોનાને ભગાડી દયો ને. તેમણે વધુમાં કહ્યું, "હું અત્યારે કોરોના વાયરસની રસી નહી લવ. હું ભાજપની રસી ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું છું. જ્યારે અમારી સરકાર બનશે ત્યારે દરેકને ફ્રી રસી મળશે. અમે ભાજપની રસી નહી લઇ શકીએ.



આજે જ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને નિવેદન આપતા કહ્યું કે, કોરોના વાયરસની વેક્સીન દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં ફ્રી હશે. પ્રથમ તબક્કામામાં 1 કરોડ હેલ્થવર્કર અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કરને ફ્રી રસી આપવામાં આવશે. જુલાઈ સુધીમાં 27 કરોડને ફ્રી રસી અપાશે.