સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે કહ્યું EVM પર કોઈને વિશ્વાસ નથી. સમાજવાદી પાર્ટીની સરકાર જ્યારે સત્તામાં આવશે તો સૌથી પહેલા EVM ને હટાવશે.
ચૂંટણી હારી જશે ભાજપ
અખિલેશ યાદવે અમેરિકામાં થયેલી ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું ત્યાં બેલેટ પેપેર પર ચૂંટણી થઈ હતી. ચૂંટણી બાદ મતગણતરી ઘણા દિવસો સુધી ચાલી હતી. જો ભારતમાં પણ બેલેટ પેપરથી મતદાન થશે તો આપણે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થશું. અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા તમામ લોકો પોતાના મત નાખશે તો ભાજપ ચૂંટણી હારી જશે.
પૂર્વ મુખ્યમંત્રીએ હાથરસની ઘટનાને લઈને કહ્યું કે ઉત્તરપ્રદેશમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે, યૂપીના લોકો અને દિકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. તેમણે કહ્યું કે એક દિકરીનો વીડિયો વાયરલ થયો છે. તેના પિતાની હત્યા કરી દેવામાં આવી છે.
અખિલેશ યાદવનું મોટું નિવેદન, કહ્યું- સમાજવાદી પાર્ટીની સરકાર બનતા હટાવવામાં આવશે EVM
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Mar 2021 06:43 PM (IST)
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે કહ્યું EVM પર કોઈને વિશ્વાસ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -