સુપ્રીમ કોર્ટે કહ્યું કે OTT પ્લેટફોર્મ પર દેખાડવામાં આવતું ઘણું કન્ટેન્ટ અશ્લીલ છે. તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે. કોર્ટે આ વાત ત્યારે કરી જ્યારે તેની સામે અમેઝન પ્રાઈમની કન્ટેન્ટન હેડ અપર્ણા પુરોહિતની આગોનતરા જામીન અરજી રાખવામાં આવી.


કોર્ટે કહ્યું કે, કેટલાક પ્લેટફોર્મ પોર્નોગ્રાફી દેખાડી રહ્યા છે. OTT પર દેખાડવામાં આવતી ચીજોનું સ્ક્રિનીંગ થવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દે તેઓ કેન્દ્રનું રેગ્યુલેશન જોશે અને આગામી સુનાવણી શુક્રવારે કરાશે.

સુપ્રીમ કોર્ટે આ વાત એમેઝોન પ્રાઇમની અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહી હતી. વેબ સિરીઝ 'તાંડવ' માં, અપર્ણા પુરોહિત સહિત ઘણા અભિનેતાઓ અને દિગ્દર્શકો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે અપર્ણા પુરોહિતની અરજી ફગાવી દીધી છે. આ પછી, અપર્ણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં માત્ર 2 મિનિટ સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણીની શરૂઆતમાં જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ પર દેખાડવામાં આવી રહેલ ચીજોનું સ્ક્રિનીંગ થવું જોઇએ. તેમના કહેવાનો અર્થ એવો હતો કે, જેવી રીતે ફિલ્મોને સેન્સર બોર્ડ પાસ કરે છે તેવી જ રીતે ઓટીટી પ્રોગ્રામ પણ જોયા બાદ સામાન્ય જનતા સામે પ્રદર્શિત કરવાની સ્વીકૃતિ મળવી જોઇએ.

અપર્ણાના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ માટે નિયમો આવી ગયા છે, પરંતુ હજી સુધી નિયમો બનાવવામાં આવ્યા નથી. અમને નિયમન સાથે કોઈ સમસ્યા નથી પરંતુ તે પહેલાં તાંડવ બનાવવામાં આવી છે. ટૂંકા સમયના કારણે સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી હતી.