લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે પોતાની કેબિનેટનો વિસ્તાર કર્યો હતો. તેમને આઠમા મંત્રીમંડળ વિસ્તારમાં હટાવાયેલા ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને ફરીથી કેબિનેટમાં સમાવેશ કર્યો હતો.
ગત દિવસોમાં કેબિનેટમાંથી હટાવાયેલા મનોજ કુમાર પાંડેય અને શિવાકાંત ઓઝા પણ ફરીથી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કેબિનેટના ગત વિસ્તારમાં હજ યાત્ર પર હોવાના કારણે શપથ લઈ શક્યા નહોતા, જિયાઉદ્દીન રિઝવીને રાજ્યપાલ રામ નાઈકે શપથ લેવડાવ્યા હતા. આઠમા વિસ્તારમાં રવિદાસ મેહરોત્રા, યાસર શાહ, અભિષેક મિશ્રા, નરેંદ્ર વર્મા, શંખલાલ માંજી અને હાજી રિયાઝ અહમદને પ્રમોટ કરી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
સામાજિત કાર્યકર્તા નૂતન ઠાકુરે પ્રદેશમાં ગેરકાયદેસર ખનન ને લઈને ગાયત્રી પ્રજાપતિ વિરુદ્ધ મોર્ચો માંડ્યો હતો. તેમને આ વિશે રાજ્યપાલ રામ નાઈકને ચિઠ્ઠી પણ લખી છે. નૂતન ઠાકુર તેના પહેલા પણ લોકાયુક્ત અદાલતથી લઈને દરેક ફોરમ પર ગાયત્રી વિરુદ્ધ વિરોધ નોંધાવી ચૂકી છે.