નવી દિલ્લી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આજે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના 71માં સત્રને સંબોધશે. બધાની નજર સુષમાના આ સંબોધન પર છે. માનવામાં આવી રહ્યું છે કે, પોતાના સંબોધનમાં સુષમા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ દ્વારા કશ્મીરને લઇને ભારત પર લગાવેલા આરોપોનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે, શરીફે મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન વધુમાં વધુ ધ્યાન કશ્મીર પર જ કેંદ્રીત રાખ્યુ હતુ. એવામાં સુષમાથી આશા રાખવામાં આવી રહી છે કે, શરીફના ભાષણનો જવાબ આપશે. સુષમા સ્વરાજ આજે પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ભારતનો વિઝન દસ્તાવેજ રજૂ કરશે.