નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અલકા લાંબા કોગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. તેમણે આ અગાઉ ટ્વિટ કરી કોગ્રેસમાં સામેલ  થવા અંગેની જાહેરાત કરી હતી. અલકા લાંબાએ કોગ્રેસમા સામેલ થતા અગાઉ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બાદમા તે કોગ્રેસમાં સામેલ થઇ હતી. ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાએ કોગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યપદ હાંસલ કર્યુ હતું.

આ અગાઉ  અલકા લાંબાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યુ હતું કે, આજે સાંજે છ વાગ્યે 10 જનપથ પહોંચીને કોગ્રેસ અધ્યક્ષના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોગ્રેસની પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કરીશ.


અલકા લાંબાએ ટ્વિટ કરી કહ્યુ કે, આપને અલવિદા કહી પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. મારા માટે છેલ્લા વર્ષની સફરમાં ઘણુ બધુ શીખવા મળ્યું. અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી. તમારા પ્રવક્તાઓએ મને તમારી ઇચ્છા અનુસાર અને અહંકાર સાથે કહ્યુ હતું કે, પાર્ટી ટ્વિટર પર પણ મારુ રાજીનામા સ્વીકાર કરશે. એટલા માટે કૃપા. આમ આદમી પાર્ટી  જે હવે ખાસ આમ આદમી પાર્ટી બની ગઇ છે. તેની પ્રાથમિક સભ્યથી મારુ રાજીનામું સ્વીકાર કરો.

નોંધનીય છે કે અલકા લાંબા  છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર્યશૈલીથી નારાજ ચાલી રહ્યા હતા. તેમણે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલની પાર્ટીમાં મનમાની કરી રહ્યા છે અને તેમના કારણે પાર્ટીના કાર્યક્રમોમાં તેમને સ્થાન આપવામાં આવતું નથી. કેજરીવાલના કારણે તેમના વિસ્તારના  વિકાસ કાર્યોમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં દિલ્હીમા આગામી વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.