નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી 370 આર્ટિકલ હટાવવાના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે. એટલુ જ નહી પાકિસ્તાને તેમને ત્યાં ભારતીય ફિલ્મો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને હવે ઓલ ઈન્ડિયા સીને વર્કસ એસોસિયેશને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખ્યો છે.


ઓલ ઈન્ડિયા સીને વર્કસ એસોસિએશને PM મોદીને પત્ર લખી માંગ કરી છે કે પાકિસ્તાનના કલાકારો, રાજદ્રારીઓ અને ત્યાના તમામ લોકો પર ભારતમાં કામ કરવા પર બેન લગાવવામાં આવે. આ સાથે જ પત્રમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાની કલાકારો પર બેન મુકવામાં નહી આવે ત્યાં સુધી સીને વર્કર એસોશિયેસનના લોકોએ કામ ચાલુ કરવાની ના પાડી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતના કાશ્મીર પરના પગલાથી પાકિસ્તાને પોતાને ત્યાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સૂચના અને પ્રસારણ મામલાના વિશેષ સલાહકાર ડોક્ટર ફિરદૌસ આશિક અવાને કહ્યું હતું કે, પાકિસ્તાનના સિનેમાઘરોમાં કોઇ પણ હિંદુસ્તાનની ફિલ્મ બતાવવામાં આવશે નહીં.