બીજેપીએ શરૂ કરી વિધાનસભાની તૈયારીઓ, દિલ્હી સહિત આ ચાર રાજ્યોમાં નિયુક્ત કર્યા પ્રભારી, જાણો વિગતે
abpasmita.in | 09 Aug 2019 02:55 PM (IST)
હરિયાણાં બીજેપીએ પાર્ટીના દિગ્ગજ નેતા નરેન્દ્ર સિંહ તોમરને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે ભુપેન્દ્ર સિંહને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને 370 કલમ બન્ને મુદ્દા સૉલ્વ કરીને હવે બીજેપી પોતાના નવા મિશન પર લાગી ગઇ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજેપીની નજર હવે દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી પર છે. પાર્ટીએ આ ચારેય રાજ્યોમાં પ્રદેશ પ્રભારીની નિયુક્તિ કરી છે. દિલ્હીમાં બીજેપીએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને બિહારના સાંસદ નિત્યાનંદ રાયને દિલ્હીમાં સહપ્રભારીની જવાબદારી સોંપી છે. હરિયાણાં બીજેપીએ પાર્ટીના દિગ્ગજ નેતા નરેન્દ્ર સિંહ તોમરને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે ભુપેન્દ્ર સિંહને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝારકંડની જવાબદારી ઓમ માથુરને આપવામાં આવી છે, વળી નંદકિશોર યાદવને સહ ચૂંટણી પ્રભારી બનાવાયા છે. જ્યાર મહારાષ્ટ્રમાં બીજેપીએ મહિલા નેતૃત્વને આગળ કર્યુ છે, મહારાષ્ટ્ર ચૂંટણી પ્રભારીની જવાબદારી સરોજ પાંડેને સોંપવામાં આવી છે.