લખનઉઃ ઉત્તરપ્રદેશના તમામ ધારાસભ્યોને 50 હજાર સુધીનુ Appleનુ આઇપેડ ખરીદવાનુ કહેવામા આવ્યુ છે. ઉત્તરપ્રદેશનુ બજેટ સત્ર 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. બજેટ સત્રને યોગી સરકાર પેપરલેસ બનાવવા ઇચ્છે છે, આ કારણે સરકારે તમામ ધારાસભ્યોને એપલના આઇપેડ ખરીદવાનો આદેશ કર્યો છે.


નિવેદન પ્રમાણે, સરકાર પછીથી આઇપેડના પૈસા ચૂકવી દેશે, વિધાન પરિષદના પ્રમુખ સચિવ ડૉક્ટર રાજેશ સિંહે નિર્દેશ જાહેર કર્યો છે.

નિર્દેશમાં કહેવામા આવ્યુ છે, મારે તમને એ સૂચિત કરવાનુ છે કે શાસન દ્વારા લેવામા આવેલા નિર્ણયાનુસાર વિધાન મંડળના તારીખ 18 ફેબ્રુઆરી 2021થી પ્રારંભ થનારા પ્રથમ સત્રના પૂર્વ 50 હજાર સુધીનુ એક એપલ આઇપેડ (ટેબલેટ) પોતાના નાણાંકીય સ્ત્રોતોથી ખરીદી લો. બિલ અધોહસ્તાક્ષરીના સમયે રજૂ કરીને પ્રતિપૂર્તિની રકમ પ્રાપ્ત કરી લો.

યુપીમાં મંત્રી પરિષદની બેઠકો અને કાર્યપ્રણાલીને ઓનલાઇન કરવા માટે સરકાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 2જી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે વિધાન મંડળ સત્ર પહેલા તમામ ધારાસભ્યોને ટેબલેટ ઉપલબ્ધ કરાવવામાં આવે, અને ટેલબેટના પ્રભાવી પ્રયોગ માટે ધારાસભ્યોનુ પ્રશિક્ષણ કાર્યક્રમ સંચાલિત કરવામા આવે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કેન્દ્રીય બજેટની જેમ રાજ્યના બજેટને પણ પેપરલેસ કરવાના પ્રયાસ કરવામાં આવે.

(પ્રતિકાત્મક તસવીર)