નવી દિલ્લી: 500 રૂપિયાની નોટો વાપરવા પર હાઈવે અને પેટ્રોલ પંપની છૂટ આજથી બંધ થઈ છે. હવેથી 500-1000ની જૂની નોટ બેંક સિવાય ક્યાંય સ્વીકારવામાં આવશે નહિ.


ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી નેશનલ હાઈવે પરના તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ પેટ્રોલ પંપ અને એરપોર્ટ પર 500ની જૂની નોટ સ્વીકારવાની બંધ થઈ ગઈ છે.

500-1000ની નોટબંધી બાદ છુટ્ટા પૈસાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને દેશના તમામ હાઈવેને 2 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરવામાં આવ્યા હતા. હવે હાઈવે પર ટોલ ટેક્સ ફરી શરૂ થઈ ગયો છે. જ્યાં લોકો ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પણ પૈસા ચૂકવી શકશે.