ગુજરાતમાં પણ 23 નવેમ્બર સુધી નહીં ખુલે સ્કૂલ-કૉલેજો
કોરોના વાયરસ મહામારીના કારણે લૉકડાઉનના કારણે દેશભરમાં લાંબા સમય સુધી સ્કૂલો અને કૉલેજો બંધ રહી હતી. જોકે હવે કેટલાક રાજ્યોની સરકારોએ નક્કી શરોતો સાથે સ્કૂલો અને કૉલેજોનો ખોલવાનો ફેંસલો કર્યો છે. આ ક્રમમાં ગુજરાત સરકારે પણ 23 નવેમ્બરથી સ્કૂલ-કૉલેજ ખોલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે સરકારે કોરોનાના વધતા ભય અને સંક્રમણને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
ખરેખરમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે હવે ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ-કૉલેજો નહીં ખુલે. ગુજરાત સરકારની કેબિનેટે બેઠકમાં સ્કૂલ અને કૉલેજો ખોલવાનો જે નિર્ણય લીધો હતો તે હવે પાછો ખેંચી લીધો છે.
દેશમાં કોરોનાએ માર્યો ઉથલો
દેશમાં કોરોનાનો બોમ્બ ફરીથી ફુટ્યો છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અનેક શહેરોમાં મર્યાદિત લોકડાઉન લગાવવાની ચર્ચા ચાલી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત બાદ હવે મધ્ય પ્રદેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંકટને લઈને મધ્ય પ્રદેશ સરકારે આજે બપોરે ત્રણ કલાકે બેઠક બોલાવી છે.
ગુજરાતમાં અમદાવાદમાં આજે મોડી રાતથી બે દિવસ માટે સંપૂર્ણ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યુ ભલે બે દિવસનું હોય પરંતુ લોકોમાં ફરીથી ડરની સ્થઇતિ જોવા મળી રહી છે કે ક્યાંક આ કર્ફ્યુ આગળ વધવામાં ન આવે. આ જ કારણે અમદાવાદના બજારોમાં આજે ભારે ભીડ જોવા મળી રહી છે.