પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશમાં યુવક-યુવતીઓ વચ્ચે લિવ-ઈન રિલેશનશિપના વધતા જતા કિસ્સાઓ પર ગંભીર ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે દેશના યુવાનો લિવ-ઈન રિલેશનશિપમાં મુક્ત સંબંધોની લાલચમા પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાથી રિયલ લાઈફ પાર્ટનર મળી રહ્યા નથી.


કોર્ટે પશ્ચિમી સભ્યતાના આંધળા અનુકરણ અને સંચાર માધ્યમોથી થઈ રહેલા સામાજિક ફેરફારો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું હતું કે  પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને દેશનો યુવા વર્ગ વિજાતીય સાથે મુક્ત સંબંધોને પ્રાધાન્ય આપી રહ્યો છે અને આ લોભમાં યુવાઓ પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે.


કોર્ટે કહ્યું કે આ કારણે તેઓ યોગ્ય જીવનસાથી શોધી શકતા નથી. આ દેશના યુવાનો સોશિયલ મીડિયા, ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના પ્રભાવ હેઠળ તેમના જીવનનો સાચો માર્ગ નક્કી કરી શકતા નથી. યોગ્ય જીવનસાથીની શોધમાં તેઓ ઘણીવાર ખોટા જીવનસાથીની સંગતમાં પહોંચી જાય છે.  કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા, ફિલ્મો વગેરે દર્શાવે છે કે જીવન સાથી સાથે બેવફાઈ સામાન્ય છે. આ કલ્પનાને વેગ આપે છે અને તેઓ તે જ પ્રયોગ કરવાનું શરૂ કરે છે, પરંતુ તે પ્રવર્તમાન ધોરણોને અનુરૂપ નથી. જસ્ટિસ સિદ્ધાર્થની સિંગલ બેન્ચે એક કેસમાં આ ટિપ્પણી કરી હતી.


એક યુવતીને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં જય ગોવિંદ ઉર્ફે રામજી યાદવની જામીન અરજી મંજૂર કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે આવા યુવકો ક્યારેક સમાજ, તેમના માતા-પિતા અને ક્યારેક તેમની પસંદગીના જીવનસાથી વિરુદ્ધ પણ ગેરવર્તન કરે છે. તેમને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો, જેના કારણે તેઓ આ પ્રકારના સંબંધોમાં ફસાઈ જાય છે. ભારતીય પરંપરાઓમાં આવા સંબંધો સ્વીકારવામાં આવતા નથી. ભારતીય સમાજ મૂંઝવણમાં છે કે શું તેના નાના બાળકોને પશ્ચિમી ધોરણો અપનાવવા દેવા જોઈએ કે પછી તેમને ભારતીય સંસ્કૃતિની મર્યાદામાં રાખવા જોઈએ.


અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે તેમના પરિવારો પણ તેમના બાળક દ્વારા પસંદ કરાયેલ જીવનસાથીની જાતિ, ધર્મ, નાણાકીય સ્થિતિ વગેરેના મુદ્દાઓ પર ઝઘડે છે. આ કારણે ક્યારેક તેમના બાળકો તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જાય છે, ક્યારેક આત્મહત્યા કરે છે તો ક્યારેક પ્રથમ નિષ્ફળ સંબંધોથી પડેલી ભાવનાત્મક શૂન્યતા ભરવા માટે ઉતાવળમાં આગળ વધે છે. આ પરિસ્થિતિને કારણે લગ્નનું ખોટું વચન આપીને બળાત્કાર અને પછી આત્મહત્યા કરવા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના ગુના, અજાણ્યા મિત્ર અથવા તેના સાથીદારોની મદદથી હત્યા અથવા અપરાધ હત્યાના ગુનાઓ કરે છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે ખોટા આક્ષેપો કરવા જેવા કેસો મોટી સંખ્યામાં કોર્ટમાં આવી રહ્યા છે.


કેસમાં આરોપી અને પીડિતા વચ્ચે પ્રેમસંબંધ હતો. આરોપી અરજદાર અને સહઆરોપીઓ પર આરોપ છે કે તેઓએ મળીને પીડિતાનું અપહરણ કર્યું હતું. તેણીને નશીલા પદાર્થ ખવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેનો વીડિયો બનાવ્યો અને તેનાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ. 9 જૂન, 2022 ના રોજ તેનું ફરીથી અપહરણ કરવામાં આવ્યું અને તેને બજારમાં છોડી દીધી હતી. આ પછી તેણે મચ્છર મારવાની દવા પીધી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અને 10 જૂન 2022ના રોજ તેનું મૃત્યુ થયું. અરજદાર અને સહઆરોપીઓ સામે ગેંગ રેપ, અપહરણ, નશો અને હત્યાના આરોપો મૂકવામાં આવ્યા છે. ઝાંસીના નવાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે આઈપીસીની કલમ 306, 504 અને 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. અરજદાર તરફથી કહેવામાં આવ્યું હતું કે બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ યુવતીના પરિવારના સભ્યો તેના વિરોધમાં હતા. જે બાદ પીડિતાએ અન્ય છોકરા સાથે સંબંધ બાંધ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજદાર સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ જરૂરી તથ્યો નથી.


 


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial