સાંસદ આઝમ ખાનનો પુત્ર અબ્દુલ્લા આઝમ હવે નહીં રહે MLA, કોર્ટે રદ્દ કર્યુ ધારાસભ્ય પદ
abpasmita.in | 16 Dec 2019 01:15 PM (IST)
કોર્ટે 3 વર્ષ બાદ આજે આ મામલે મોટો નિર્ણય સંભળાવતા, અબ્દુલ્લા આઝમનુ ધારાસભ્ય પદ રદ્દ કરી નાંખ્યુ છે
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના રામપુરના સાંસદ આઝમ ખાનને મોટો ઝટકો લાગ્યો છે, અલ્હાબાદ હાઇકોર્ટે આઝમ ખાનના પુત્ર અને રામપુરની સ્વાર બેઠક પરથી ધારાસભ્ય અબ્દુલ્લા આઝમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દીધુ છે. ચૂંટણી વખતે અબ્દુલ્લા આઝમની ઉંમર પુરી નહીં. ચૂંટણીમાં ન્યૂનત્તમ નિર્ધારિત ઉંમર 25 વર્ષ ના હોવાના કારણે ધારાસભ્ય પદને રદ્દ કરવામાં આવ્યુ છે. જસ્ટીસ એસપી કેસરવાનીની બેન્ચે નિર્ણય સંભળાવ્યો. કોર્ટે 27 સપ્ટેમ્બરે જજમેન્ટ રિઝર્વ રાખી લીધુ હતુ. અબ્દુલ્લા આઝમની ઉંમર વિવાદને લઇને તેની વિરુદ્ધ ચૂંટણી અરજી વર્ષ 2017માં બીએસપીના નેતા નવાબ કાઝિમ અલીએ દાખલ કરી હતી. પોતાની અરજીમાં કહ્યું હતું કે 2017ના ચૂંટણી સમયે અબ્દુલ્લા આઝમ ચૂંટણી લડવા માટે નિર્ધારિત 25 વર્ષની ઉંમરનો ન હતો. ચૂંટણી લડવા માટે તેને નકલી ડૉક્યૂમેન્ટ દાખલ કર્યા હતા અને ખોટા સોંગદનામા દાખલ કર્યા હતા. કોર્ટે 3 વર્ષ બાદ આજે આ મામલે મોટો નિર્ણય સંભળાવતા, અબ્દુલ્લા આઝમનુ ધારાસભ્ય પદ રદ્દ કરી નાંખ્યુ છે.