અલાહાબાદ હાઈકોર્ટે ઓરલ સેક્સને ગંભીર યૌન હુમલો નથી માન્યો. કોર્ટે સગીરો સાથે ઓરલ સેક્સના એક મામલાની સુનાવણી કરતાં આ ફેંસલો આપ્યો હતો. હાઈકોર્ટે બાળકો સાથે ઓરલ સેકત્સના એક મામલે નીચલી અદાલતથી મળેલી સજાને પણ ઘટાડી દીધી છે. કોર્ટે આ પ્રકારના ગુનાને પોક્સો એક્ટની કલમ 4 હેઠળ દંડનીય માની પરંતુ કહ્યું કે, આ કૃત્ય અગ્રેટેડ પેનેટ્રેટિવ સેક્સુઅલ અસોલ્ટ કે ગંભીર યૌન હુમલો નથી. તેથી આ મામલે પોક્સો એકટની કલમ 6 અને 10 અંતર્ગત સજા સંભળાવી શકાય નહીં.


હાઈકોર્ટે આ મામલે દોષીની સજા 10 વર્ષથી ઘટાડીને 7 વર્ષ કરી દીધી. ઉપરાંત 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. સોનુ કુશવાહાએ સેશન કોર્ટના ફેંસલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર જજ અનિલ કુમાર ઓઝાએ આ ફેંસલો સંભળાવ્યો હતો.


કોર્ટ સામે શું હતો સવાલ


સેશન કોર્ટે તેને આઈપીસીની કલમ 377 અન કલમ 506 તથા પોક્સો એક્ટની કલમ 6 અંતર્ગત દોષી જાહેર કર્યો હતો.  અદાલતની સામે સવાલ એ હતો કે શું સગીરના મોં માં લિંગ કે વીર્ય નાંખવું પોક્સ એક્ટની કમલ 5/6 કે કલમ 9/10 હેઠળ આ કે નહીં. ફેંસલામાં કહેવામાં આવ્યું કે આ બંને કલમમાં તે આવે નહીં પરંતુ પોક્સો એક્ટની કલમ 4 અંતર્ગત દંડનીય અપરાધ છે.


હાઈકોર્ટે ફેંસલામાં શું કહ્યું


હાઈકોર્ટે તેના ફેંસલામાં સ્પષ્ટ કર્યુ કે, બાળકના મોં માં લિંગ નાંખવું પેનેટ્રેટિવ યૌન હુમલાની શ્રેણીમાં આવે છે, જે પોક્સોની કલમ 4 હેઠળ દંડનીય છે પરંતુ કલમ 6 હેઠળ નથી. તેથી કોર્ટે નીચલી અદાલત દ્વારા અપીલકર્તા સોનુ કુશવાહાને આપવામાં આવેલી સજા 10 વર્ષથી ઘટાડીને 7 વર્ષ કરી છે. અપીલકર્તાનો આરોપ હતો કે, ફરિયાદી તેના ઘરે આવ્યો હતો અને તેના 10 વર્ષના બાળકને સાથે લઈ ગયો હતો. તેને 20 રૂપિયા આપીને ઓરલ સેક્સ કર્યુ હતું.