જમ્મુ: આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. જમ્મુમાં આજે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ્દ કરી દિધી હતી. પરંતુ આ વર્ષે 28 જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત થશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાને લઈને દેશભરના ભક્તો આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. મુસાફરો માટે આ યાત્રાના સુગમ બનાવવા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ ખૂબ જ મોટાપાયે તૈયારીઓ કરે છે.



મુસાફરોના રહેવા અને જમવાથી લઈને બસની સગવડતા કરવામાં આવે છે. જ્યારે યાત્રીકોની સુરક્ષાને લઈને વધુ પડતા સુરક્ષાદળને તૈનાત કરવામાં આવે છે. આ યાત્રાની અસર જમ્મુ કાશ્મીરને વેપાર પર પણ પડે છે અને વેપારીઓને આ યાત્રાથી ખૂબ જ આશા હોય છે.