તમિલનાડુ વિધાનસભા માટે 6 એપ્રિલે ચૂંટણી થશે. જેને લઈને એમકે સ્ટાલિનની પાર્ટી દ્રવિડ મુનેત્ર કડગમ ડીએમકેએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ક્રમશ: 5 અને 4 રુપિયા પ્રતિ લીટર ઓછા કરવાનો વાયદો કર્યો છે. સાથે જ એલપીજી ગેસ સિલિન્ડર પર 100 રૂપિયાની સબ્સિડી આપવાની વાત કરી છે.


ડીએમકે સાંસદ ટી શિવાએ કહ્યું, આ આજે એક મોટો બોઝ છે. કેંદ્ર અને રાજ્ય સરકાર એક્સાઈઝ ડ્યૂટી અને સેસમાં વધારો કરે છે. જ્યારે અમે સત્તામાં આવશું, અમે તેલની કિંમતોમાં ઘટાડો કરશું.



તમિલનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. અહીં કોઈપણ પાર્ટીએ બહુમત માટે 118 બેઠકો જીતવી જરૂરી છે.


તમિલનાડુમાં કુલ બેઠકો- 234
મતદાનની તારીખ- 6 એપ્રિલ
મત ગણતરીની તારીખ - 2 મે


તમિલનાડુમાં વર્ષ 2011માં સત્તાથી બહાર ડીએમકેએ અન્નાદ્રમુકને સત્તામાંથી હટાવવા માટે કૉંગ્રેસ, વામ દળ, એમડીએમકે, વીસીકે અને અન્ય નાના પક્ષો સાથે ગઠનબંધન કર્યું હતું. ડીએમકેએ વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી તેમના માટે 61 બેઠકો છોડી હતી. ડીએમકે નેતૃત્વવાળા ગઠબંધનનમાં કૉંગ્રેસ 25 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાનદી અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી 6-6 બેઠક, ભારતીય સંધ મુસ્લિમ લીગ 3 અને એમએમકે 2 બેઠકો પર ચૂંટણી લડશે.


કોલાથુર બેઠક પરથી ચૂંટણી લડશે સ્ટાલિન


તમિલનાડુ વિધાનસભા માટે 6 એપ્રિલ યોજાનાનરી ચૂંટણીને લઈને ડીએમકે દ્વારા 173 ઉમેદવારોના નામાની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં ડીએમકે પ્રમુખ સ્ટાલિન કોલાથુર બેઠક પરથી ચૂંટણી લડશે.