Amazon News: દુનિયાની સૌથી મોટી ઇ-કૉમર્સ કંપની અમેઝૉન (E-Commerce Company Amazon) ને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. કંપનીએ ભારતમાં પોતાની ડિસ્ટ્રીબ્યૂશન સર્વિસીઝ (Amazon Distribution Services) ને બંધ કરવાનો ફેંસલો કર્યા છે. આ ફેંસલો કંપનીએ પોતાની ફૂડ ડિલીવરી (Amazon Distribution Services) અને એજ્યૂકેશન સર્વિસીઝને બંધ કર્યા બાદ લીધો છે. કંપનીએ આ ફેંસલો એટલા માટે લીધો છે કેમ કે તે પોતાની બાકીની સર્વિસીઝને બંધ કરી રહી છે. એક્સપર્ટ્સ અમેઝૉનના આ પગલાને મંદી સાથે જોડીને જોઇ રહ્યાં છે. આવામાં આવનારા સમયમાં વૈશ્વિક મંદી (Recession in World) થી આખી દુનિયા પર ખરાબ અસર પડી શકે છે. આવામાં પોતાના મુખ્ય વેપારને કંપની સારી રીતે સંભાળી શકે એટલા માટે તે બાકી બિઝનેસને બંધ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેઝૉનની ડિસ્ટ્રીબ્યૂશન ફેસિલિટી મુખ્યતઃ બેગ્લુરુ, હુબલી, અને મૈસૂર જેવા શહેરોમાં હતી, કંપનીની સર્વિસમાં 50 કર્મચારી કામ કરતાં હતા. કંપની પોતાના ડિસ્ટ્રીબ્યૂટેશન ફેસિલિટી દ્વારા મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સને કંપનીથી લઇને રિટેલ વેપારીઓ સુધી સપ્લાય કરી રહી હતી. કંપનીએ ડિસ્ટ્રીબ્યૂશનની સેવા બંધ (Amazon Distribution Services Closed) કરવા પર હજુ સુધી કોઇપણ રીતનો જવાબ નથી આપ્યો.
અમેઝૉનને સતાવી રહ્યો છે મંદીનો ડર -
દુનિયાભરની કંપનીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે છટ્ટણી જોવા મળી રહી છે. આનુ સૌથી મોટુ કારણ એ છે કે કંપનીઓને મંદની ડર સતાવી રહ્યો છે. અમેઝૉને પણ પોતાની કેટલાય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. આની સાથે જ કંપનીએ તાજેતરમાં જ પોતાની ફૂડ ડિલીવરી સર્વિસ અને એજ્યૂકેશન સર્વિસ (Amazon Education Services Closed) ને બંધ કરવાનો ફેંસલો કર્યો છે.
એમેઝોન એકેડમી અને ફૂડ બિઝનેસ પણ બંધ -
એમેઝોને ગુરુવારે (24 નવેમ્બર) ભારતમાં તેની ઓનલાઈન લર્નિંગ વર્ટિકલ 'એમેઝોન એકેડેમી' બંધ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેના એક દિવસ પછી 25 નવેમ્બરે એમેઝોને 29 ડિસેમ્બરથી તેનો ફૂડ ડિલિવરી બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી હતી.
કંપની 10,000 કર્મચારીઓની છટણી કરશે +-
થોડા દિવસો પહેલા એમેઝોને 10,000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. આ પછી એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ ખુલાસો કર્યો કે કંપની 2023 સુધી કર્મચારીઓની છટણી કરવાનું ચાલુ રાખશે.
31 ડિસેમ્બર 2021 ના આંકડા અનુસાર, એમેઝોન પાસે 16 લાખથી વધુ પૂર્ણ સમય અને અંશકાલિક કર્મચારીઓ છે. 10,000 કર્મચારીઓની છટણી એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટી છટણી હશે. છટણીનું કારણ આર્થિક મંદીના કારણે ખર્ચમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે.