Jury Remarks On The Kashmir Files:ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા અને ગોવામાં આયોજિત 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના જ્યૂરી નાદવ લેપિડ દ્વારા ધ કાશ્મીર ફાઇલ્સ પર કરવામાં આવેલી ટિપ્પણીઓને જ્યુરી બોર્ડ દ્વારા તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો છે. જ્યુરી બોર્ડે નાદવ લેપિડના નિવેદનથી પોતાને દૂર કર્યું છે અને તેને તેમનું અંગત નિવેદન ગણાવ્યું. તેણે કહ્યું હતું કે, બોર્ડને આ નિવેદન સાથે કોઈ જ લેવાદેવા નથી. આ મામલે બોલિવૂડમાંથી આકરી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. 


આ ફિલ્મ ફેસ્ટિવલનું 28 નવેમ્બરના રોજ સમાપન થયું હતું જ્યાં ફેસ્ટિવલના મુખ્ય નિર્ણાયક જૂરી રહેલા ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, અમને આ ફિલ્મ વલ્ગર અને પ્રોપેગેંડા બેઝ્ડ ફિલ્મ લાગી. ધ કાશ્મીર ફાઈલ્સ પર ઈઝરાયેલી ફિલ્મમેકર અને જ્યુરી નાદવ લેપિડ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીને જ્યૂરી બોર્ડે પોતાની જાતને અળગી કરતા તેને લેપિડની વ્યક્તિગત ટિપ્પણી ગણાવી છે. 


નાદવના આ નિવેદનને લઈને દેશમાં ભારે વિવાદ સર્જાયો હતો. હવે જ્યુરી બોર્ડે વિવાદાસ્પદ નિવેદનથી પોતાની જાતને અળગી કરતાં કહ્યું હતું કે, જ્યુરી તરીકે અમને ફિલ્મના ન્યાયાધીશ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. અમે કોઈપણ ફિલ્મ પર કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરતા નથી અને જો કોઈના તરફથી તેમ કરવામાં આવે તો તે તેમનો અંગત અભિપ્રાય હશે. જ્યાં અમે ચાર જ્યુરીઓ હાજર હતા અને પ્રેસ સાથે વાતચીત કરી, અમે ક્યારેય અમારી પસંદ કે નાપસંદ વિશે કશું કહ્યું નથી. નાદવ લેપિડના નિવેદનને બોર્ડ સાથે ના જોડવું જોઈએ.


ધ કાશ્મીર ફાઇલ્સને ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે અશ્લીલ ગણાવી હતી. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ વિશે વાત કરતાં નદવે કહ્યું હતું કે, આ ફિલ્મ પ્રચાર આધારિત અને વલ્ગર છે.


નાદવ લેપિડે શું કહ્યું હતું?


નાદવ લેપિડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અમે બધા પરેશાન અને આઘાતમાં છીએ. સરકાર તરફથી આયોજિત કરવામાં આવેલા આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' અમને આ ફિલ્મ પ્રચાર પ્રોપેગેંડા બેઝ્ડ અને અભદ્ર ફિલ્મ લાગી. આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિત મોટા ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા.






આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર બની હતી


વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર આધારિત છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઘણી કમાણી કરી હતી. ફિલ્મની કથાએ ફરી એકવાર દર્શકોને સિનેમાઘરો તરફ આકર્ષ્યા હતા. ફિલ્મનું જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું.


બોલિવૂડ સ્ટાર્સે પ્રતિક્રિયા આપી


જ્યારે નાદવ લેપિડના નિવેદનનો વીડિયો વાયરલ થયો ત્યારે બોલિવૂડ સ્ટાર્સે પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. અશોક પંડિતે ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું નાદવ લેપિડની 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે બોલાયેલી ભાષાની ટીકા કરું છું. 3 લાખથી વધુ કાશ્મીરી હિન્દુઓના નરસંહારને દર્શાવવામાં આવ્યા હતાં તેને અશ્લીલ કહી શકાય નહીં. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, એક ફિલ્મ નિર્માતા અને કાશ્મીરી પંડિત હોવાને કારણે તેઓ આતંકવાદનો ભોગ બનેલા લોકો પ્રત્યેના આ નિર્લજ્જ કૃત્યની નિંદા કરે છે.


આ મામલે બોલિવૂડ એક્ટર અને ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મમાં મહત્વની ભૂમિકા અદા કરી ચુકેલા અનુપમ ખેરે' ધ કાશ્મીર ફાઇલ્સ'ને પ્રોપેગેંડા કહેવા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. અભિનેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે- અસત્યની ઊંચાઈ ભલે ગમે તેટલી ઊંચી હોય, સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે. સાથે જ અભિનેતાએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના પોતાના ફોટા પણ શેર કર્યા પર.


આ ઉપરાંત એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુપમ ખેરે કાશ્મીર ફાઈલોને લઈને જ્યુરીની ટિપ્પણી પર કહ્યું હતું કે, ભગવાન તેમને બુધ્ધિ આપે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો 'હોલોકોસ્ટ' સાચું હોય તો કાશ્મીરી પંડિતોનું સ્થળાંતર પણ સાચું છે અને જે કહેવામાં આવ્યું છે તે પૂર્વ આયોજિત લાગે છે.