દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલાની પાસે કારમાં વિસ્ફોટક સામગ્રી મળતાં હોબાળો મચી ગયો છે.  જે શખ્સે કાર પાર્ક કરી હતી, તે સીસીટીવીમાં જોવા મળે છે. જો કે તેમને માસ્ક પહેર્યું હતું અને માથા પર હુડી ઢાંકેલું હતું. આ કારણે તેની ઓળખ કરવી મુશ્કેલી બની રહી છે.


દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલાની પાસે કારમાં વિસ્ફોટક સામગ્રી મળતાં હોબાળો મચી ગયો છે.  જે શખ્સે કાર પાર્ક કરી હતી, પોલીસ મુજબ જે કારમાંથી જિલેટીન મળ્યું તે કાર  તેને થોડા સમય પહેલા મુંબઇના વિક્રોલી વિસ્તારમાંથી ચોરવામાં આવી હતી.  ગાડીનો ચેસિસ નંબર બગાડી નાખવામાં આવ્યા હતા. જો કે પોલીસને કારના માલિક સુધી પહોંચવામાં સફળતા મળી છે.

પોલીસને અત્યાર સુધીમાં મળેલી જાણકારી

  • જે કારમાંથી જિલેટીન મળ્યું તે કાર ચોરીની હતી.કારને થોડા દિવસ પહેલા વિક્રોલી વિસ્તારમાંથી ઉઠાવવામાં આવી હતી.

  • કારના ચેસિસ નંબર હટાવવની કોશિશ કરાઇ હતી. તેમ છતાં કારના સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી

  • જે વ્યક્તિ અહીં કાર પાર્ક કરી રહ્યો હતો, તે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યો છે.

  • માસ્ક અને હૂડી પહેર્યું હોવાથી તેની ઓળખ નથી થઇ શકી.

  • આ ઘટના પહેલા અંબાણી પરિવારને કોઇ ધમકીભર્યો ફોન કે, ચિઠ્ઠી નથી મળી.

  • મુંબઇમાં આ કાર જ્યાંથી પસાર થઇ તે દરેક જગ્યાની સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે

  • કારમાંથી મળેલું જેલિટીન નાગપુર કંપનીનું હોવાનું  બહાર આવ્યું.

  • જે જેલિટીન મળ્યું છે તે મિલિટ્રી ગ્રેડ જિલેટીન નથી, આ જિલેટીન કન્સ્ટ્રકન માટે ખોદકામ માટે ઉપયોગમાં લેવાતું જિલેટીન છે.


સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી કારના નંબર સાથે મેચ થતો હતો  નંબર

ગુરૂવારે મુકેશ અંબાણીના ઘરની સામે કલાકો સુધી એક કાર પડી રહી હતી. પોલીસે તપાસ કરતા તેમાંથી જિલેટીન અને ધમકીભર્યો પત્ર પણ મળ્યો છે. નોંધનિય છે કે, ગાડીનો નંબર અંબાણી પરિવારની સુરક્ષામાં લાગેલા ગાડી સાથે મેચ થઇ રહ્યો છે.